મહાભારત સીરિયલનાં કૃષ્ણ આજે જીવે છે, આવું જીવન કે આંખમાંથી આંસુ આવી જશે! બે પત્નીઓ હોવા છતાં પણ આજે…
ફિલ્મ જગત અને ટીવી જગતના કલાકારોનું જીવન પણ ફિલ્મી કહાની જેવું હોય છે. જીવનમાં ક્યારે દુઃખ ને સુખ આવી જાય એ કોઈ નથી જાણતું અને આ સુખ-દુઃખ એ દરેક વ્યક્તિનાં જીવનમાં હોય છે. અમીર હોય કે ગરીબ તેને પોતાના કર્મનું ફળ ભોગવવું જ પડે છે. આજે આપણે વાત કરીશું એક એવા કલાકાર વિશે જેના પાસે સંપત્તિ અને નામના હોવા છતાં પણ પોતાનું જિવન એકલતામાં ગુમાવી રહ્યા છે. આ કલાકાર એટલે મહાભારત સીરિયલમાં કૃષ્ણની ભૂમિકા ભજવનાર નીતીશ ભારદ્વાજ.

વર્ષ 1988માં મહાભારત સીરિયલથી દરેકના દિલો પર એક્ટિંગની છાપ છોડનારા નીતિશ ભારદ્વાજનો જન્મ 2 જૂન 1963ના દિવસે થયો હતો. નીતિશ ભારદ્વાજે આમ તો ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેને મહાભારત સીરિયલથી ઓળખાણ મળી છે. કૃષ્ણના રોલમાં મળેલી પ્રસિદ્ધિના કારણે જ જ્યાં પણ જાય ત્યાં લોકો તેના પગે પડે છે. ખરેખર આવી નામના ભાગ્યે કોઈ કલકારને મળે છે.

નીતિશ ભારદ્વાજે અભિનય સિવાય રાજનીતિમાં પણ સક્રિય થયેલ અને તે લોકસભાના સદસ્ય પણ રહી ચૂક્યા છે. વર્ષ 1996માં તે જનશેદપુરના સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ પછી મઘ્યપ્રદેશની પૂર્વ સીએમ ઉમા ભારતીએ નીતિશને મધ્ય પ્રદેશમાં પ્રવાસન વિભાગની કામગીરી સોંપી હતી. તો 2004માં ફરીથી લોકસભાની ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા. બાળપણથી જ એક્ટિંગમાં રસ ઘરાવતા નીતિશે મુંબઈથી ડોક્ટરનો અભ્યાસ કર્યો છે.

એક્ટિંગમાં મન હોવાના કારણે તેમણે ડોક્ટરનો વ્યવસાય છોડી દીધો. નીતિશના અંગત જીવનની વાત કરીએ તો તેણે 1991માં મોનિષા પાટિલ સાથે લગ્ન કર્યા હતા. જોકે 2003માં તેમના છૂટાછેડા થઈ ગયા. જે બાદ નીતિશે મધ્યપ્રદેશની આઈએએસ સ્મિતા ગાટે સાથે 2009માં બીજા લગ્ન કર્યા.

આખરે ફરી 12 વર્ષના લગ્નના જીવન નો અંત આવ્યો અને તેમને આઈપીએસ અધિકારી સ્મિતા ગેટથી અલગ થયા છે. બંનેને ટ્વિન્સ દીકરીઓ છે, જે હાલ તેની માતા સાથે ઈન્દોરમાં રહે છે અને નીતીશ પણ અભિનયની દુનિયા સાથે જોડાયેલ છે.
