GujaratIndia

ગુજરાતમાં અહી આવેલું છે વિશ્વનું એક માત્ર સંપૂર્ણ શાકાહારી શહેર અહી નોનવેજ પર છે પ્રતિબંધ કારણ જાણીને ચોકી જાસો! જાણો આ અનોખા શહેર વિશે..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણી માનવ સભ્યતા ઘણી જ જૂની અને વિકસેલી છે. આપણે સૌ જાણીએ છીએ કે માનવ ઉત્પતિ ની શરૂઆત કઈ રીતે થઇ છે. ગુફાથી લઈને ઘર સુધી ની માનવી ની યાત્રા ઘણી રોમાંચિત કરી દે તેવી છે જો કે સમય અને સંસ્કૃતિ ની સાથે સાથે માનવીમાં પણ અનેક પરિવર્તનો આવ્યા.

આપણે સૌ જાણીએ છીએ કે આખા વિશ્વમાં અનેક ધર્મ અને સંસ્કૃતિનું પાલન કરનાર લોકો વસે છે આવા લોકોના વિચારો અને રહેણી કરણી એક બીજાથી ઘણી જુદી હોઈ છે તેમાં પણ જો વાત ખોરાક અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વના દરેક સ્થળે ખોરાકમાં ઘણી વૈવિધ્યતા જોવા મળે છે તેવીજ વૈવિધ્યતા માણસોમાં પણ જોવા મળે છે.

એક તરફ જ્યાં લોકો દરેક જીવ પ્રત્યે સમાન લાગણી ધરાવે છે અને દરેકના જીવનનું આદર કરે છે તો બીજી બાજુ અમુક લોકો એવા પણ હોઈ છે કે જેઓ ફક્ત પોતાના મનોરંજ અને ખોટા સ્વાદ ખાતર માસુમ જીવને મારીને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે આવું આખા વિશ્વમાં થાય છે પરંતુ આપણે અહી એક એવા શહેર વિશે વાત કરવાની છે કે જ્યાં માસ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

જો કે તમને જાણીને ખુસી થશે કે આવું શહેર બીજે કોઈ જગ્યાએ નહિ પરંતુ આપણા દેશ અને રાજ્યમાં છે. આ શહેર નું નામ “ પાલીતાણા “ છે. જણાવી દઈએ કે પાલીતાણા ગુજરાત ના ભાવનગર જીલ્લામાં આવેલું છે અને મૂળ શહેરથી આશરે ૫૦ કિમી દુર આવેલું છે.

જણાવી દઈએ કે આ શહેરમાં મારવા કે માસ ખાવાના ઈરાદે પશુઓ રાખવા પર સંપૂર્ણ પ્રીતબંધ છે. જો કે આ પ્રતિબંધ એમજ નથી મળ્યો. જણાવી દઈએ કે પાલીતાણા શહેર જૈન ધર્મ નું મુખ્ય સ્થળ છે અને અહીદરવર્ષે અનેક લોકો શ્ર્ધાથી માથું નમાવવા આવે છે.

આપણે સૌ જાણીએ છીએ કે જૈન ધર્મમાં અહિસાને ઘણું મહત્વ આપવામાં આવે છે અને જીવ દયા પ્રત્યે લોકો ઘણા જાગૃક છે જેના લીધે માંસાહાર પર પ્રતિબંધ લાવવા માટે અહીના ૨૦૦ જેટલા સાધુ સંતો દ્વારા ભૂખ હડતાલ કરવામાં આવી કે જેથી માસુમ જીવોને બચાવી શકાય જેના કારણે સરકારે પણ આ સાધુ સંતોની ભાવનાને માન આપી ને વર્ષ ૨૦૧૪ માં પ્રાણીઓ મારવા પર પ્રતિબંધ લગાવ્યું.

જેના કારણે વર્તમાન માં આ શહેર સંપૂર્ણ માંસાહાર મુક્ત છે જણાવી દઈએ કે શહેરના રક્ષક ભગવાન આદિનાથ અહીના પહાડોમાં ચાલ્યા ગયા ત્યારથી જ આ સ્થળ તેમના અનુંયાઈઓ માટે ખાસ બની રહ્યું છે. જણાવી દઈએ કે અહી અનેક જૈન મંદિરો આવેલા છે. જેની સંખ્યા આશરે ૯૦૦ ની આસ પાસ છે.

જો વાત આ શહેરની અન્ય જોવા લાયક સ્થળો અંગે કરીએ તો જણાવી દઈએ કે અહી ક્ષેત્રુન્જ્ય હિલ અને શ્રી વિશાળ જૈન મ્યુઝીયમ ઉપરાંત હસ્ત ગીરી જૈન તીર્થ, ગોપનાથ બીચ સાથો સાથ આસ પાસ માં આવેલા તળાજા અને બાપા ના ધામ બગદાણાના પણ દર્શન કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!