Gujarat

પુરુષો માટે ચેતવણીરૂપ કીસ્સો ! 70 વર્ષના NRI વૃધ્ધ યુવતિને રુમ મા મળવા પહોંચ્યા અને પછી જે થયુ…

હાલ ના સમય મા અનેક એવી ઘટના ઓ સામે આવતી હોય છે જેમા લુટેરી દુહલન ચુનો લગાવી ને જતી રહી હોય ત્યારે હની ટ્રેપ ની ઘટના ઓ પણ સામે આવતી હોય છે જેમા યુવનો ને ફસાવી ને લાખો રુપીયા પડાવવા મા આવતા હોય છે ત્યારે એવી જ એક ઘટના ભુજ મા સામે આવી છે જેમા એક વૃધ્ધ ને ફસાવી ને લાખો રુપીયા પડાવી લેતી ગેંગ એલ સી બી એ પકડી છે.

૭૦ ધનજીભાઈ NRI છેલ્લા 20 વર્ષો થી ઓસ્ટ્રેલિયાના પર્થ મા સ્થાયી થયા છે ત્યારે તેવો નુ મુળ વતન માધાપર નવાવાસ મા બે ત્રણ વર્ષે આવે છે. જયારે તેવો ના એક મિત્ર પાસે થી એક વર્ષ પહેલા નેહા નામની યુવતી નો નંબર મળેલો જયાર બાદ નેહા સાથે તેમની ચેટ દ્વારા વાતચિત થતી ત્યારે નેહા એ વૃધ્ધ જણાવ્યું હતુ કે નેહા એ જણાવ્યું હતુ કે નેહા તેમને કહેતી કે હું માધાપરમાં રહું છું પણ હાલ દહેરાદૂનમાં ડિફેન્સ એકેડમીમાં અભ્યાસ કરું છું. ત્યારે એક વખત ફી માટે 25000 રુપીયા ધનજીભાઈ પાસે ભાગ્યા હતા અને ધનજીભાઈ એ આપ્યા પણ હતા.

ધનજીભાઈ 28 ફેબ્રુવારી ના રોજ અમદાવાદ આવ્યા હતા ત્યારે પણ નેહા સાથે ટેલીફોન પર વાતચીત થતી હતી. ત્યારે ગયા અઠવાડીયે તેવો માધાપર આવ્યા ત્યારે તેવો નેહા નામ ની યુવતિ ને ભુજમાં ગાયત્રી મંદિર રોડ અને ત્રણેક દિવસ અગાઉ માંડવી રોડ પર આવેલી દિવ્ય બ્રહ્મલોક સ્કુલ પાસે રુબરુ મળ્યાં હતા. ત્યારે તેની સાથે એક અન્ય યુવતી પણ હતી.

જયાર બાદ ફરી તેવો વચ્ચે એક મુલાકાત થઈ જેમા ત્રણેય જણા મિરજાપર પોલીસ ચોકીવાળા રસ્તે અંદર આવેલા મિત્રના એક ખાલી મકાનમાં ગયા હતા, જ્યાં ધનજીભાઈ અને નેહા રૂમમાં ગયા અને મનીષા બહાર ચોકી કરતી હતી. ત્યારે જ એક 30 વર્ષનો યુવક અંદર આવી ગયો અને મારા ઘરમાં તમે શું કરો છો તેવું કહી હલ્લાબોલ કરી દસથી પંદર હજાર રૂપિયા ભરેલું પર્સ ઝૂંટવી લીધું હતું. ​​​​​​​ધનજીભાઈએ યુવક ૫૨ ધાબળો નાખીને નાસી જવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષફળ રહ્યો હતો.

જ્યારે આ મામલો પતાવવા માટે 25 લાખ માગ્યા હતા. બાદ મા 5 લાખ મા સમાધાન કર્યું હતુ જેમા ધનજીભાઈએ માધાપરમાં રહેતાં મિત્ર નરેશને ફોન કરી તાત્કાલિક 5 લાખ લઈ હિલગાર્ડન પાસે આવવાં જણાવતા મિત્રને શક ગયો હતો. જેથી તેણે પોલીસને સાથે રાખીને હિલગાર્ડન પાસે જતા એલસીબી અને એ ડિવિઝન પોલીસે પહેરો ગોઠવ્યો હતો.​​​​​​​ જેમાં એક્ટિવા પર નાણાં લેવા આવેલા બે યુવક પૈકી વિવેક બુચિયાને દબોચી લેવાયો હતો પરંતુ એક યુવક એક્ટિવા પર નાસી છૂટ્યો હતો. વિવેકને સાથે રાખીને પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ત્યાંથી નેહા અને મનીષાની અટકાયત કરી ધનજીભાઈને ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા હતા.

આ ઉપરાંત આ ઘટના મા જાણવા મળ્યુ કે જે રુમ મા આ ઘટના બની હતી તેમા અભરાઈ પર એક ફોન પણ રાખવા મા આવ્યો હતો જેમા વિડીઓ રેકોર્ડીંગ પણ થઈ રહ્યુ હતુ. આ ઘટના મા એક મિત્ર ની સમજ અને અને પોલીસની સતર્કતાથી ગેંગનો થયો પર્દાફાશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!