સાંણદ ના પ્રાંત ઓફિસર સી.કે પટેલે ના મોત નુ રહસ્ય વધુ ઘેરાયું ! 7 મિનિટ પહેલા જ ડ્રાઇવરને ફોન પર કીધુ હતુ કે “તુ મને..
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ રહસ્યમય સંજોગોમા સાણંદના પ્રાંત અધિકારી અને સાણંદ બેઠકના રિટર્નિંગ ઓફિસર રાજેન્દ્ર પટેલનું મોત થયું હતું. આ બનાવ અકસ્માત છે કે કોઈએ હત્યા કરી તેને લઈને પરિવાર આક્ષેપ કરી રહ્યો છે. આ ઘટના વધુ રહસ્યમય બની રહી છે. સુત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, રાજેન્દ્ વહેલી સવારે 5 વાગ્યે ઘરે આવ્યા હતા. માત્ર સાડા ચાર કલાકના ટૂંકા ગાળામાં જ ડ્રાઈવરને ફોન કર્યો હતો. જોકે, તેની સાત મિનિટ બાદ જ આ બનાવ બન્યો હતો.
.આ વચ્ચે જ્યાં દુર્ઘટના બની તે સોસાયટીના એક પણ સીસીટીવી કાર્યરત ન હતા, એટલે કે બંધ હતા. સમગ્ર બનાવ આપઘાતનો છે કે હત્યાનો તેને લઈને પરિવાર શંકા કરી રહ્યો છે ત્યારે સીસીટીવીના કારણે રહસ્ય વધારે ઘેરાયું છે.પ્રાથમિક દૃષ્ટિએ પોલીસે અકસ્માતે મોત નોંધ્યું છે, પણ પરિવારનો આક્ષેપ છે કે તેમની કોઈએ હત્યા કરી છે.DySP કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે. જ્યારે પેનલ પોસ્ટ મોર્ટમ અને વીડિયોગ્રાફી કરાવ્યા બાદ હવે તેમની તપાસ શરૂ કરવામાં આવી છે.
આર કે પટેલ કયા સંજોગોમાં પાચમાં માળેથી પડી ગયા તે હજી સ્પષ્ટ થયું નથી. પરંતુ એમના ખિસ્સામાંથી બે મોબાઇલ ફોન અને એક પેન ડ્રાઈવ મળી છે. આ પેન ડ્રાઈવની અંદર કયો ડેટા છે, તે શોધવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એક ફોન તૂટી ગયો હતો, જેને ડેટા રિક્વર કરવા માટે આ સાધનોમાં આવી રહ્યાં છે.સમગ્ર મામલો ગૂંચવાયો છે. કારણ કે, પોલીસ એક તરફ આત્મહત્યાની થીયરીથી પણ તપાસ કરી રહી છે. જ્યારે પરિવાર હત્યા તરફ શંકા કરી રહ્યું છે. જેના કારણે હાલ તો સમગ્ર મામલો અકસ્માતે મોતના બનાવ સંદર્ભે આગળ વધી રહ્યો છે.
આર કે પટેલ સવારે ઘરે આવ્યા બાદ આરામ કરતા હતા અને 9. 24 વાગે તેમણે ડ્રાઇવરને ફોન કર્યો હતો કે, તું મને લઈ જા. પરંતુ 9:31 વાગ્યે તેઓ પાંચમા માળેથી કઈ રીતે પડ્યા તે શંકાસ્પદ છે.. મૃતકના વિશેરા લઈને એફએસએલમાં મોકલવામાં આવશે અને ડ્રાઈવરનું નિવેદન પણ નોંધવામાં આવશે.આર કે પટેલના શંકાસ્પદ મોત બાદ તેમનાં પરિવારજનો કહી રહ્યાં હતાં કે, તે જરા પણ ડિપ્રેશનમાં નથી અને તે માતાજીના ઉપાસક હતા. ઘણાં વર્ષથી તે માતાજીની ઉપાસના કરે છે અને તેને જરા પણ ક્યારેય ચિંતા હોય એવું લાગ્યું નથી.