Gujarat

ગ્વાલિયરથી ફ્લાઇંગ ઓફિસર જયદત્તસિંહનો પાર્થિવ દેહ ભાવનગર લવાયો ! ભારે હૈયે હજારો લોકો એ શ્રધ્ધાંજલી પાઠવી….

આજે ભાવનગર શહેરનાં તમામ લોકોની આંખોમાં આંસુઓ આવી ગયા છે. ખરેખર આ દુઃખ ઘટનાને લીધે ભાવનગર શહેર માં શોકમગ્ન વાતાવરણ છવાય ગયું, જ્યારે આજ રોજ ભાવનગર શહેરનાં ગ્વાલિયરમાં એરફોર્સની તાલીમ લઈ રહેલા ભાવનગર જિલ્લાના યુવા ઓફિસરે આત્મહત્યા કર્યાની ખબર મળી. આજે જ્યારે ગ્વાલિયરથી યુવાનનો પાર્થિવ દેહ વતન લઈ આવતા તમામ લોકો તેને શ્રદ્ધાજંલી પાઠવા પહોંચ્યા હતાં.

ચાલો આ ઘટના અંગે વધુ માહિતી જાણીએ. યુવા ઓફિસરે આત્મહત્યા કરી લેતા સૌ કોઈ આશ્ચય પામી ગયા હતા. ખરેખર આવી ઉચ્ચ પદે હોવા છતાં જો આ યુવાન આત્માહત્યા કરી હોય તો કોઈક તો ખાસ કારણ હોય શકે. યુવાને આત્મહત્યા પહેલા હેપ્પી બર્થડે પપ્પા…સોરી. લખ્યું હતું. આત્મહત્યા પાછળનું કારણ હજી જાણી શકાયું નથી.આ યુવાન વિશે વધુ વિગતવાર માહિતી જાણીએ.

ખૂબ જ નાની વયે એરફોર્સમાં ભરતી થઈને આ યુવાને ભાવનગર શહેરનું નામ રોશન કરેલ. જયદત્તસિંહની માત્ર 25 વર્ષની ઉંમરે એરફોર્સમાં ફ્લાઈંગ ઓફિસર તરીકે પસંદગી થઈ હતી. એન્જિનિયરીંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એરફોર્સમાં સિલેકશન થયું હતું. જયદત્તસિંહ ગ્વાલિયર ખાતે બે વર્ષની તાલીમ માટે ગયા હતા. જ્યાં એરફોર્સના ઓફિસર મેસ સ્થિત હોસ્ટેલમાં રહેતા હતા.

કહેવાય છે ને કાળ ક્યારે આવે એ કોઈ નથી જાણતું.બુધવારે સવારે પોતાની ફરજ પર હાજર ન થતા તેના સાથી કર્મચારીઓ તેના રૂમ પર પહોંચ્યા હતા. દરવાજો બંધ હોવાથી સાથી કર્મચારીઓએ બારીમાંથી તપાસ કરતા જયદત્તસિંહ ગળેફાંસો ખાઘેલી હાલતમાં મળી આવ્યા હતા.પોલીસ દ્વારા જાણવા મળ્યું છે કે,આત્મહત્યા સમયે તેઓ કોની સાથે વાત કરી રહ્યા હતા તે હજી સુધી જાણી શકાયું નથી.

પરિવારને આ વાતની જાણ થતાં શોકમગ્ન બની ગયા હતા.
ગ્વાલિયરમાં આપઘાત કરી લીધા બાદ જયદત્તસિંહ સરવૈયાના નશ્વર દેહને ભાવનગર પ્લેન મારફત લાવવામાં આવ્યો હતોભાવનગર એરપોર્ટ પર મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ પાઠવવા પહોંચ્યા હતા. આજરોજ તેનો મૃતદેહ એરપોર્ટ પર આવતા શાળાના સંચાલક, શિક્ષકો તથા શાળાના બાળકોએ તેમજ ક્ષત્રિય સાંજના આગેવાનો તેમજ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એરપોર્ટ પર ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ આપી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!