હે ભગવાન !! રાજસ્થાનમાં કચ્છના 5 લોકોના કમકમાટી ભર્યા મૌત, સ્કોર્પિયો અને ટ્રક અથડાતા કારનું પડીકું વળી ગયું જેમાં 18 માસની દીકરી પણ…
જાનકીનો નાથ રે જાણી ન શકે રે કાલ સવારે શું થવાનું? આપણે સૌ કોઈ જાણીએ છે કે કાળને કોઈ નોતરું નથી દે તું, તે તો જીવનના ઉંબરે અણધાર્યું આવી જાય છે, હાલમાં જ એક ખુબ જ દુઃખદ ઘટના બની છે. કચ્છ ભારત ન્યુઝના અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે કે, રાજસ્થાનના નોખાના રાસીસર પાસે સવારના સમયમાં ભયાનક આ અકસ્માત થયો હતો.આ બનાવમાં કચ્છના રહેવાસી ડૉ. પ્રતીક જોટનીયા અને તેમની પત્ની હેતલ અને તેમની 18 મહિનાની પુત્રી ન્યાસા ઘટના સ્થળે જ દુઃખદ મોત નીપજ્યું હતું.
આ દુઃખદ ઘટના કઈ રીતે બની તે અંગે વિગતવાર માહિતી જણાવીએ તેમજ મૃતક દંપતી વિષે પણ માહિતી આ બ્લોગના માધ્યમથી જાણીશું. ન્યુઝ અહેવાલ દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ડૉ.પ્રતીક જોટનીયા કચ્છના માંડવીના ગોધરા ખાતેની હોસ્પિટલમાં એમ.બી.બી.એસ ડોકટર તરીકે ફરજ બજાવતા હતા અને તેમના પત્ની હેતલ માંડવીની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતાં હતાં.
ડૉ. પ્રતીકને ફરવાનો ઘણો શોખ હતો તે દેશ વિદેશ સહીત ભારતના અનેક સ્થળો માટે ફરવા ગયેલા.આ વખતે દુઃખદ ઘટના બની અને કાળ તેમને નડ્યો.કાર અને સ્કોર્પિયો કાર વચ્ચે અકસ્માત થતા પરિવારનો માળો તો વિખેરાય ગયો તેમજ કારમાં તેમની સાથે હોસ્પિટલમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે કામ કરતી પૂજા પાંજરીવાલા અને તેના સાથી કરણ કસ્ટાનું પણ આ અકસ્માતમાં મોત થયું છે. આ દુઃખદ ઘટનાના કારણે પરિવારજનોમાં ભારે શોકની લાગણી છવાઈ છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે મૃતકોની આત્માને શાંતિ મળે.