70 વર્ષ ના વૃધ્ધએ વૃક્ષ પર લટકી આપઘાત કરી લીધો ! સ્યૂસાઇડ મા એવુ લખેલુ હતુ કે વાંચી સૌ કોઈ ના શ્વાસ અધ્ધર થઇ ગયા..
આજના સમયમાં અનેક આત્મહત્યાઓની ઘટના બને છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ ચોંકાવનાર કિસ્સો બન્યો છે. અત્યાર સુધી તરુણવય અને યુવાન વયના અનેક લોકો આત્મહત્યા કરે છે, જેના પાછળ પ્રેમનું કારણ વધુ હોય છે.હાલમાં જ જાણવા મળ્યું હતું કે, 70 વર્ષ ના વૃધ્ધએ વૃક્ષ પર લટકી આપઘાત કરી લીધો ! સ્યૂસાઇડ મા એવુ લખેલુ હતુ કે વાંચી સૌ કોઈ ના શ્વાસ અધ્ધર થઇ ગયા. ચાલો આ ઘટના અંગે વધુ વિગતો જાણીએ.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, રાજસ્થાનના ભરતપુરમાં 70 વર્ષના વૃદ્ધ વ્યક્તિ એ વૃક્ષ પર લટકીને મોતને વ્હાલું કર્યું હતું. ચોંકાવી દેનાર વાત એ છે કે, મૃતદેહની પાસે સુસાઇડ નોટ મળી આવી, જેમાં ખૂબ જ ચોંકાવનાર ખુલાસો થયો છે. આ સુસાઇડ નોટમાં વૃદ્ધે લખ્યું હતું કે તેને તેની સ્વર્ગવાસી પત્નીની યાદ આવે છે, એટલે તેણે આત્મહત્યા કરી છે.
આમ પણ કહેવાય છે ને કે, જીવનમાં એકલતા માણસ ને કોરી ખાય છે. તેમની પત્નીનાં ગયા પછી જીવન પસાર કરવું તેમના માટે કઠિન બની ગયું હશે અને વિચાર કરો કે તે પોતાની પત્નીને કેટલો પ્રેમ કરતો હશે કે તેના ગયા પછી પોતાના પ્રાણ પણ આપી દીધા.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ગયા વર્ષે તેમની પત્ની ભગવાન દેવીનું અવસાન થઇ ગયું હતું. નારાયણ પત્નીના નિધન પછી બહુ દુઃખી હતા અને એકલા હોવાથી તેમની સતત યાદ આવતી. ખાસ વાત એ કે, આત્મહત્યા કરતા પહેલા વૃદ્ધે તેના પૌત્રને ફોન પણ કર્યો હતો, પરિવારના સભ્યોએ જણાવ્યું કે નારાયણ સિંહે તેમના પૌત્રને બોલાવીને કહ્યું કે મારા કપડા અહીં રાખ્યા છે એને લઈને ચાલ્યા જાઓ.
એ જગ્યા એ ગયા તો નારાયણ સિંહે ગળે ફાંસો ખાઈ લીધો છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે.સુસાઇડ નોટમાં તેમના છેલ્લા શબ્દો હતા કે ‘બધાને રામ રામ, હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું, આને કોઈ સાથે લેવા દેવા નથી. હું આત્મહત્યા કરી રહ્યો છું કારણ કે મને મારી પત્નીની યાદ આવે છે.’ ખરેખર આ ઘટનાં ખૂબ જ હદયસ્પર્શી છે.