Gujarat

85 વર્ષનાં વૃદ્ધ મહિલાએ પોતાની બચતમાંથી મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. 1.50 લાખ તથા પી.એમ.કેર્સ ફંડમાં રૂ. 3 લાખનું દાન કર્યું.

આપણે ત્યાં કહેવાય છે ને કે, દાન કરવું એ સૌથી શ્રેષ્ઠ સેવા છે. માનવ સેવા એજ પ્રભુ સેવા. આમ પણ જીવનમાં દાનનો મહિમા સૌથી અપાર છે. જગતમાં એકવાત સૌ કોને યાદ રાખવી કે, જો તમે કોઈને આપો છો તો તેનાથી અંનત ગણું ઈશ્વર તમને આપે છે. આજે અમે આપને એક એવા જ કિસ્સાની વાત કરીશું, જે સૌ કોઈ માટે પ્રેરણાદાયક છે.

આપણે દાનના અનેક કિસ્સાઓ સાંભળ્યા છે. આ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છે, પરંતુ. ભાવનગરના 85 વર્ષીય વૃદ્ધા રજનીબેન જમનાદાસ મોદીએ પોતાની માતૃભુમિનું ઋણ ચૂકવતાં તથા તેમના ભાઇ સ્વ. હેમેન્દ્રભાઇ જમનાદાસ મોદીની સ્મૃતિ રૂપે પોતાની બચત મૂડીમાંથી મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા 1.50 લાખ તથા પી.એમ.કેર્સ ફંડમાં રૂપિયા 3 લાખ જેવી માતબર રકમનું સ્વૈચ્છિક અનુદાન આપી વિક્રમ સંવત-2078ના નૂતન વર્ષના પ્રારંભે સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.

નવા વર્ષને વધાવવા અને લોકો માટે પ્રેરણારૂપ અને સ્કારત્મક સંદેશ આપનાર આ વૃદ્ધ મહિલાએ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેને હાથોહાથ આ બંને ચેક સુપર્ત કર્યા હતા. કલેક્ટરે તેમના આ દાનનો સ્વીકાર કર્યો.રજનીબેને શૈક્ષણિક ક્ષેત્રે રઘુકુળ વિદ્યાલયમાં શિશુવાટિકાનું નિર્માણ કરાવેલું છે. આ ઉપરાંત તેઓ ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે ૫ણ પ્રવૃત્તિમય છે. આ સિવાય તેઓ ભાવનગર નાગરિક સરકારી બેંક ના કમિટિ મેમ્બર તરીકે પણ તેમની સેવા આપે છે.

કોરોના સમયે ૫ણ તેમણે પી.એમ. કેર્સ ફંડ અને મુખ્યમંત્રી રાહત ફંડમાં મોટી રકમ આપી પોતાની સામાજિક જવાબદારી નિભાવી હતી.એકલવાયુ જીઆ ઉમદા કાર્યની સરાહના કરી જણાવ્યું હતું કે, સમાજ જીવનમાંથી ઉદાર ભાવથી આવતી આવી દાનની સરવાણી દ્વારા જ આપત્તિ સમયે દેશ અને રાજ્ય પર આવતી વિપદાઓનો સફળતાપૂર્વક સામનો કરી શકાય છે.ખરેખર આવા જ લોકો સૌ કોઈ વ્યક્તિ માટે પ્રેરણારૂપ બનતા હોય છે. જો આપણા પૈસા દાનમાં જતાં હોય તો પણ એનાથી વિશેષ બીજું શું હોય!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!