ઘર અને પરિવાર નું ભરણ પોષણ માટે શરુ કરેલ ધંધો આ માજી આજે પણ 75 વર્ષની ઉંમરે ચલાવે છે અને ગાંઠીયા અમેરિકા…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પતિ અને પત્ની આ સંસાર રૂપી ગાડીના બે પૈડાં છે. જે બંનેએ સાથે મળીને અને એક બીજા પર ભરોષો મૂકીને અને એક બીજાના સાથ અને સહકારથી આ સંસાર રૂપી ગાડીને પાર પાડવાની હોઈ છે, મિત્રો લગ્ન સમયે જ પતિ અને પત્ની એક બીજા ને વચન આપે છે કે જીવનના કપરા સમય માં પણ તેઓ એક બીજા સાથે રહેશે અને એક બીજા ની તાકાત બનશે આપણે અહીં એક આવા જ બા વિશે વાત કરવાની છે કે જેમના વિશે જાણ્યા પછી તમે પણ માનશો કે મહેનત કરવા વાળા લોકોને ઉમર નડતી નથી.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે વ્યક્તિ એક વાર કંઈક કરવાનું નક્કી કરી લે પછી તેને પૂરું કરીને જ રહે છે. જો કે આ માટે તેણે મહેનત કરવી પડે છે. જો કે અમુક લોકો મહેનત ન કરવાના અનેક બહાના કરતા હોઈ છે કે તેમની પાસે આ વસ્તુનો આભાવ છે કે તેમની ઉંમર નથી વગેરે આવા બહાના કરતા હોઈ છે તેવા દરેક વ્યક્તિ માટે આ બાની વાત જરૂર વાંચવી જોઈએ.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક ગુજરાતી માટે ફાફડા કેટલા જરૂરી છે. ગુજરાતીઓ માટે ફાફડા ઓક્સિજન સમાન છે. દરેક તહેવાર માં કે રવિવારની રજાઓ ફાફડા વગર પુરી થતી નથી. જો કે હાલમાં ફાફડાએ ગુજરાત બહાર પણ પોતાનો સ્વાદ ફેલાવ્યો છે. મિત્રો આપણે અહીં જે બા વિશે વાત કરવાની છે તેમના માટે આ ફાફડા ઘર ચલાવવાનું સાધન બની ગયા છે.
મિત્રો આ વાત છે નાગપુરની છે. અને આપણે અહી જે બા વિશે વાત કરવાની છે તેમનું નામ કલાવંતી બા છે. મિત્રો જણાવી દઈએ કે જયારે કલાવંતી બા પોતાના પતિ સાથે પહેલી વખત નાગપુર આવ્યા હતા ત્યારે તેમના પતિ એક નમકીન ની દુકાનમાં કામ કરતા હતા પરંતુ તેમાંથી મળતી આવકથી તેમનો પરિવાર ચાલતો નહિ માટે તેમણે પોતાનો વ્યવસાય શરુ કરવાનું નક્કી કર્યું અને ” રામમનુજ ફાફડાવાળા ” નામથી પોતાનો વ્યસાય શરૂ કર્યો. જણાવી દઈએ કે તેઓ છેલ્લા 40 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે.
જો વાત તેમના પરિવાર અંગે કરીએ તો તેમના પાંચ સંતાનો છે જે પૈકી ત્રણ પુત્રીઓ અને બે પુત્ર છે. જણાવી દઈએ કે તેમના સંતાનોના લગ્ન થઇ ગયા છે. અને તેમના પર કોઈ પારિવારિક જવાબદારી પણ નથી. માટે તેઓ ઇચ્છેત તો આ ધંધો બંધ કરી શકત પરંતુ તેમણે આવું કર્યું નહિ પહેલા તેઓ પોતાના પતિ સાથે આ વ્યવસાય કરતા હતા અને હવે પતિના અવશાન પછી નાના પુત્ર સાથે આ વ્યવસાય કરે છે.
મિત્રો જણાવી દઈએ કે તેમનો નેનો પુત્ર ભાવેશ પોતાની નોકરી છોડીને માતા સાથે આ ધંધામાં જોડાઈ ગયો હતો. ભાવેશ ના જણાવ્યા અનુસાર તેઓ સ્વાદને જાળવવા માટે ઘણા પ્રયત્ન કરે છે, અને તમામ વસ્તુઓ સીંગ તેલમાં બનાવે છે. જણાવી દઈએ કે તેઓ ફાફડા ઉપરાંત ખાંડવી પણ બનાવે છે. આ ઉપરાંત આખા નાગપુર માં તેઓ એકલાજ નાળિયેરીની પેટીસ બનાવે છે. તેમની સ્વચ્છતા અને સ્વાદ ના કારણે લોકો દૂર દૂરથી તેમની પાસે આવે છે. અને ફાફડા થતા અન્ય વસ્તુઓ ખરીદે છે.
