બાઈક પર જોરદાર સ્ટંટ કરતા દાદા ની ઓળખાણ આવી સામે ! ગુજરાત ના આ ગામ ના છે કાકા અને…..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય સોશ્યલ મીડિયાનો છે તેવામાં અનેક લોકો રોજ બ રોજ સોશ્યલ મીડિયા પર ઘણા વિડિઓ મુકતા હોઈ છે જે પૈકી અમુક વિડિઓ લોકો પર ઊંડી છાપ છોડે છે જયારે અમુક વિડિઓ લોકોને પ્રમાણમાં ઓછા પસંદ આવે છે. તેવામાં આપણે અહીં એક એવા જ વિડિઓ અંગે વાત કરવાની છે એ જેમણે હાલમાં સોશ્યલ મીડિયા પર લાખો લોકોની લાઈક મેળવી છે.
આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દરેક વ્યક્તિ બાઈક નો શોખીન છે, આજના યુવાનો આસ પાસ ના વિસ્તારમાં જવા માટે પણ પગપાળા જવાને બદલે બાઈક નો ઉપયોગ કરે છે. તેવામાં આપણે સૌ જાણીએ છીએ કે આજના યુવાનો બાઈક હાથમાં આવતા જ તેની સાથે અનેક કર્તવ કરવા લાગે છે અને બાઈક પર જ અનેક સ્ટન્ટ કરે છે. જોકે હાલમાં જે એક વિડિઓ સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. જેમાં કોઈ યુવાન નહિ પરંતુ એક વૃદ્ધ વ્યક્તિ બાઈક પર સ્ટન્ટ કરતા નજરે પડે છે.
સોશ્યલ મીડિયા પર વાઇરલ આ વિડિઓ માં જોઈ શકાય છે કે એક વૃદ્ધ વ્યક્તિ રસ્તા પર ગાડી લઈને જઈ રહી છે તેવામાં તે હેન્ડલ પરથી પોતાના હાથ હટાવી દે છે અને ગાડી પર ચડી જાય છે. તથા પાછળની તરફ નમી જાય છે. આમ તેઓ અનેક કર્તવ કરે છે. જોકે આ બધા વચ્ચે મજાની વાત એ છેકે આ વ્યક્તિ ની ગાડી પર સંપૂર્ણ નિયંત્રણ છે. આ વિડિઓ જોયા બાદ સૌ કોઈ આ વૃદ્ધ વ્યક્તિ વિશે માહિતી મેળવવા માંગે છે.
તો જણાવી દઈએ કે આ વૃદ્ધ વ્યક્તિ નું નામ મુળજી ભાઈ નાડોદા છે અને તેઓ 63 વર્ષના છે. જણાવી દઈએ કે મુળજી ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના સાલી ગામના રહેવાસી છે. એક મીડિયા સાથે વાત કરતા મુળજી ભાઈએ જણાવ્યું હતું કે તેમણે ગાડી પર સ્ટન્ટ કરવાની શરૂઆત આશરે 3 વર્ષ પહેલા કરી હતી તેમણે પહેલી વાર સાલીથી પાટડી જતા સમયે સ્કૂટર પર સ્ટન્ટ કર્યું હતું.
જે બાદ તેમણે ઘણી વખત આવા સ્ટન્ટ કર્યા એક વખત તો જયારે મુળજી ભાઈ અને તેમના પત્ની ગાડી પર જઈ રહ્યા ત્યારે પણ તેમણે પોતાના કર્તવ બતાવ્યા હતા. જોકે આ વિડિઓ જયારથી સોશ્યલ મીડિયા પર આવ્યો છે તે ટ્રેન્ડ કરી રહ્યો છે. સોશ્યલ મીડિયાના અલગ અલગ માધ્યમ પર અનેક લોકો દ્વારા આ વિડિઓ ને જોવામાં આવી ગયો છે. જો કે આપણે તો એજ સલાહ આપીએ છીએ કે આવા સ્ટન્ટ રસ્તામાં કરવા કોઈ પણ વ્યક્તિ માટે હિતાવહ નથી માટે કયારે પણ આવા સ્ટન્ટ ન કરવા જોઈએ.