Gujarat

એક્સપ્રેસ હાઇવે પર ભયંકર ત્રિપલ અકસ્માત સર્જાયો ! બે ના કરુણ મોત નીપજ્યા

હાલમાં જ એક આજરોજ દુઃખ ઘટના બની છે, જેના લીધે અનેક સમસ્યાઓ સર્જાય છે. ખરેખર આ ઘટનાને લીધે પરિવારમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું છે. ત્યારે તમને આ જાણીને ખૂબ જ આઘાત લાગશે કે, ત્રિપલ અક્સ્તમાત્મા ઘટના સ્થળે ન મોત નીપજ્યું હતું. તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે, આ ઘટના કંઈ રીતે બની એ અમે આપને જણાવીશું. સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે, આ ઘટના ડાંગ જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર બન્યું.

ગઈ રાત્રીના વડોદરાથી અમદાવાદ તરફ જતાં મહેમદાવાદ પાસેના માંકવા ગામ પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. આ ઘટના ને કારણે  બે ચાલકોનો જીવ ગયો અને  બન્યું એવું કે, પુરપાટે આવતી મીની બસે બંધ પડેલી આઈસર અને ટો કરવા આવેલી આઇસરને પાછળથી ટક્કર મારતાં બન્ને આઈસર ચાલકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજયુ

કાના માંકવા ગામની સીમમાં ગત મધરાત્રે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અહીંયાથી પસાર થતાં અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર અમદાવાદ તરફ જઈ રહેલી આઈસર (GJ-27-T-8851) ટ્રક એકાએક બંધ પડી ગઈ હતી. તેથી આ આઈસરના ચાલક અશોક પ્રતાપ રાઠોડે પોતાના વાહનને રોડની સાઈડમાં થોભાવ્યું હતું. જે બાદ ચાલુ કરવાના પ્રયાસો કર્યા પરંતુ વાહન ચાલુ થયું નહોતું. અશોક પાસે વાહનને ટો કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો.

આ સમયે પુરપાટે આવતી મીની બસના ચાલકે આ બંધ પડેલ આઈસરને પાછળથી ટક્કર મારી હતી. આથી બંધ પડેલ વાહનની ટો કરવાની કામગીરી કરતાં અશોક રાઠોડ અને ટોઈંગ ચાલક પંકજ જયંતિભાઈ ઝાલા બન્નેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. આથી બન્નેના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું છે.

જ્યારે મીની બસ ચાલક તેનું વાહન ઘટના સ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો.આ ઘટનાની પોલિસ ને જાણ કરતા તપાસ ચાલુ છે તેમજ આ ઘટના ને લીધે મૃતકના પરિવારજનોને અને મહેમદાવાદ પોલીસને જાણ કરી હતી. પોલીસે આ અંગે મરણજનાર અશોકના સગાભાઈ દશરથ રાઠોડની ફરિયાદના આધારે મીની બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખરેખર આ ઘટનાને લીધે પરિવારમાં શોકની લાગણી વર્તાય ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!