Viral video

ટ્રક નીચે કચડાઈ જતા પાંચ સેકેંડ માં જ યુવક નો જીવ વયો ગયો ! જુવો વિડીઓ

હાલ દુનિયામાં વાહનો નું પ્રમાણ વધી ગયું છે, અને તેના કારણે રસ્તાઓ પર અકસ્માત નું પ્રમાણ પણ વધી રહ્યું છે, અને લોકોને એવી તો શું ઉતાવળ હોઈ છે, કે તે સ્પીડ માં પોતાનું વાહન ચલાવી જાય છે, અને તેના કારણે અકસ્માત થાય છે, અને પોતાનો જીવ ગુમાવે છે, આપણે ઘણા એવા ભયાનક  એક્સિડન્ટ ના વિડીયો વાયરલ થતા જોયા હશે, કે થોડી જ ક્ષણોમાં વ્યક્તિઓ પોતાનો જીવ ગુમાવી દે છે.

તેવો જ એક દર્દનાક અકસ્માત નો વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ઘટનાની વાત કરીએ તો મધ્યપ્રદેશ ના બૈતુલ માં ગત શુક્રવારે એક યુવક પોતાનું ટુવ્હીલર વાહન લઈને જતો હતો, અને તેની ગાડી અચાનક સ્લીપ થતા તે પડી ગયો, બીજી બાજુ થી આવેલ ટ્રક તેના પર ચડી ગયો અને ફક્ત ૫ જ સેકેંડ માં આ યુવાન નું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

આ મૃતક યુવાન કે જે નામે બસંત પાઠા અને તે રાઠીપુર નો રહેવાસી હતો. મળતી માહિતી અનુસાર ઘટના ની વાત કરીએ તો આ યુવાન કે જે રોજ સવારે આર્મી ભરતી ટ્રેનીંગ સેન્ટર માં જતો હતો, તેવીજ રીતે ગત શુક્રવારે તે ટ્રેનીંગ માંથી પોતાના ઘરે જતો હતો, ત્યાં તેણે રસ્તામાં પેટ્રોલ પુરાવી રહ્યો હતો, પેટ્રોલ પુરાવી તે વણાંક માં ગતી માં ટ્રન લેવા ગયો અને તેની બાઈક સ્લીપ થઇ ગઈ અને  ત્યાંથી સામેથી અચાનક એક મીની ટ્રક (MP-48G-2285) કેળા ભરીને આમલા તરફ જતો હતો, અને તે પોતાની ગતિ માં હતો, અને એ મીની ટ્રકના પૈડા તેના માથા પર ફળી વળ્યા જેથી ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થયું હતું.

મળતી માહિતી અનુસાર પોલીસે જણાવ્યું કે મીની ટ્રક ચલાવનાર મોહ્હ્મદ અલી ની ધરપકડ કરવામાં આવી છે. આવી અવારનવાર દુર્ઘટના ના વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતા હોઈ છે, આપણે વાહન ખુબ સાવચેતી થી ચલાવવું જોઈએ, આપણી ઉતાવળ નાં કારણે કોઈકવાર આપણો કે બીજાનો જીવ જોખમમાં મુકાય જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!