ફરી એકવાર મોંઘાદાટ ઘરેણા પહેરી નીતા અંબાણી છવાઈ ગયા, મુઘલના સમયના પહેર્યા બાજુબંધ, કિંમત 200 કરોડથી પણ વધુ….
રાધિકા અને અનંતનું પ્રિ વેડિંગ સેલિબ્રેશન પૂર્ણ થઇ ગયું છતાં પણ નીતા અંબાણી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે, હાલમાં જ મિસ વર્લ્ડ 2024 પેજન્ટ’માં તેના મુઘલ સમ્રાટ જ્વેલરી પહેરીને સૌ કોઈ ધ્યાન તેમના તરફ ખેંચ્યું હતું. તમને જણાવી દઈએ કે, જીઓ સેન્ટર ખાતે યોજાયેલ મિસ વર્લ્ડમાં નીતા અંબાણીને ‘બ્યુટી વિથ પર્પઝ હ્યુમેનિટેરિયન એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નીતા અંબાણી ખુબ જ સુંદર લાગી રહ્યા હતા, ખરેખર આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.
આ તસવીરોમાં સૌ કોઈનું ધ્યાન નીતા અંબાણીના બાજુબંધ પર ગઈ હતી, તમને જણાવી દઈએ કે નીતા અંબાણીએ બ્લેક રંગની હેન્ડલુમ સાડી પહેરી હતી તેમજ મુઘલ કલગી બાજુબંધ રૂપે પહેરી હતી. મુગલ સમ્રાટ શાહજહાંની આ કલગીની કિંમત 200 કરોડ રૂપિયાથી વધુ છે, તમને જણાવી દઈએ કે પ્રિ વેડિંગમાં પણ નીતા અંબાણીએ 450 કરોડનો હાર અને 53 કરોડની મુઘલ રિંગ પહેરી હતી.
મુઘલ કલગી વિષે જાણીએ તો ઈન્સ્ટા પેજ ‘ટોપોફિલિયા’ અનુસાર, પેજ પરથી જાણવા મળ્યું કે જ્વેલરીની ઊંચાઈ 13.7 સેમી અને પહોળાઈ 19.8 સેમી છે. તે સોનાનું બનેલું છે, જેમાં હીરા, માણેક અને સ્પિનલ્સ જડેલા છે, જે ભારતીય ઝવેરીઓ દ્વારા અપનાવવામાં આવેલી છે.યુરોપિયન પંજા સેટિંગની નકલ કરવાનો પ્રયાસ છે. રિપોર્ટમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે 2019માં હરાજીમાં વેચાતા પહેલા આભૂષણનો સુંદર ભાગ છેલ્લે ‘Ai Thani Collection’માં જોવા મળ્યો હતો. હાલમાં સૌ કોઈનું ધ્યાન આ બાજુબંધ પર છે.
200 કરોડ રૂપિયાથી વધુ કિંમતી આ બાજુ બંધ પર સૌ કોઈની નજર છે. ખરેખર નીતા અંબાણી જ્યારે પણ કોઈ ખાસ ઇવેન્ટ કે પ્રસંગમાં જવેલરી પહેરે છે, ત્યારે તે ખાસ કરીને ડિઝાઈનર અને સ્પેશિયલ જ્વલેરી પહેરવાનું પસંદ કરે છે. નીતા અંબાણની સાડી. પર્સ અને જ્વલેરીની કિંમતો કરોડો રૂપિયામાં હોય છે, ખરેખર ભારતદેશમાં એક માત્ર નીતા અંબાણી જ હશે જે આટલા મોંઘા ઘરેણાં પહેરવાનું પસંદ કરે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.