મારા બાળકો ને ભણાવવા અને ખવડાવવા માટે હુ મારી કીડની વેચવા માંગુ છુ ! વાપીનાના બેરોજગાર યુવાન નો ભાવુક કરી દે તેવો પત્ર વાયરલ…
આપણે સૌ જાણીએ છીએ કે કોરોના કાળ ની ત્રીજી લહેર મા અનેક પરિવારો આર્થીક રીતે પાયમાલ થયા છે. ઘણા પરિવારો એ પોતાના સ્વજનોને ખોયા છે અને સાથે દવા અને ઓક્સિજન માટે લાખો રુપોયા ગુમાવ્યા છે ઘણા પરિવારો એ પોતાની સેવિંગ વાપરી નાખી છે તો ઘણા પરિવારો એ લોન લઈ ને દવાનો ખર્ચ ઉઠાવ્યો હતો અને અનેક લોકો ની રોજગારી છીનવાઈ હતી ત્યારે તેની અસર આજે પણ જોવા મળે છે. ત્યારે આ બાબત ને લઈ ને હાલ સીરિયલ મીડીયા પર એક પત્ર વાયરલ થય રહ્યો છે.
આવા જ એક પરિવારના યુવાન નો પત્ર હાલ સોસીયલ મિડીઆ પર વારયલ થય રહ્યો છે જેમા એક યુવાને પોતાના બાળકો ને ભણાવવા અને ખવડાવવા માટે રુપીયા ના હોવાથી તે પોતાની કીડની વેચવા માંગે છે આવુ કરવા પાછળ નુ કારણ લેટર મા લખ્યુ હતુ કે તેની પાસે રુપીયા નથી અને લોડ ડાઉન પછી તેની પાસે કોઈ રોજગારી પણ નથી એટલે તે હવે પોતાની કીડની વેંચી ગુજરાન ચવાવા માંગે છે.
આ યુવાન નુ નામ આકાશ ગુપ્તા છે અને મુળ ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લામાં રહેતા અને હાલ વાપીમાં કામ ધંધો માટે આવ્યો હતો પરંતુ કોરોના કાળ થી ધંધો બંધ છે. યુવાને લેટર મા લખયુ છે કે ” લોક ડાઉન ના સમય થી મારુ કામ બંધ હોવાને કારણે મારા પર ઘણુ દેવુ થય ગયુ છે. અને ત્યાર બાદ મારા ભાઈઓ એ પણ મને પરેશાન કર્યો છે. અને બાળકો ને ભણાવી પણ નથી શકતો અને ઘરમા રાશન પણ નથી. હુ આપને વિનંતી કરુ છુ કે હુ મારી કીડની વેચવા માંગુ છુ જેથી મારા બાળકો નુ ભણવાનુ અને જમવાની વ્યવસ્થા કરી શકુ”
આવા એક બે નહી અનેક પરીવારો હશે જે કોરોના કાળ બાદ આર્થીક પાયમાલી ભોગવી રહ્યા હશે ખરેખર આવા પરિવાર માટે જો થોડા લોકો આગળ આવે તો સારી વાત કહેવાય.