ગુજરાતના નાના એવા ગામ જન્મેલા ઓસમાણ મીર એક સમયે તબલા વગાડતા ! એક સમયે મોરારી બાપુ ના આશ્રમ મા ગાવાનો મોકો મળ્યો
ગુજરાતી સંગીત ને અનેક કલાકરો મળ્યા છે અને ગુજરાત તો ઠીક પણ ગુજરાત બહાર અને વિદેશો મા પણ ગુજરાતી સંગીત અને સંસ્કૃતિ ને ઉજાગર કરી છે અને ગુજરાતીઓ નુ નામ રોશન કર્યુ છે. એવા જ એક કલાકાર એટલે ઓસમાણ મીર…. ઓસમાણ મીર એ જીવન મા સંઘર્ષ ખેડી ને પોતાનુ આગવું નામ બનાવ્યુ છે. ગુજરાત ના ટોપ કલાકરો મા જોઈ કોઈ ગાયક નુ નામ મોખરે આવતુ હોય તો એ છે ઓસમાણ મીર છે.

ઓસમાણ મીર ના જીવન મા ઘણો સંઘર્ષ રહ્યો છે. જો તેમના જન્મ ની વાત કરવામા આવે તો તેમનો જન્મ ગુજરાતના નાના એવા ગામ મા થયો હતો. તેમનો જન્મ કચ્છના એક નાનકડા ગામ વાયોરમાં 22 મે 1974ના દિવસે થયો હતો. ઓસામણ મીર ને પિતા હુસેનભાઈ પાસેથી જ સંગીત વારસા મા મળ્યુ હતુ. ઓસમાણ મીર નાનપણ થી ભજનીક નારાયણ સ્વામી સાથે તબલા વગાડવા જતા હોવાથી સંગીત તેમની રુચી નો વિષય બની ગયો અને તેમનુ ભણતર નવમા ધોરણે જ અટકી ગયુ.

પિતા હુસેનભાઈ સમજી ગયા હતા કે ઓસમાણ ની રુચી ગીત ગાવા મા છે આથી જ હુસેનભાઈ એ ઓસામણ મીર ને સંગીત અને ગાવાની તાલીમ આપવા માટે ઈસ્માઈલ દાતાર પાસે મોકલી દીધા હતા. જ્યારે એક સમયે ગુરૂપૂર્ણિમાના દિવસે તબલાવાદક તરીકે મોરારી બાપુના આશ્રમમાં ગયેલા ઓસમાણ મીરને ગાવાની તક મળી અને પ્રેક્ષકો સામે તેમણે પહેલું ગીત ‘દિલ તેરા નક્શા હૈ’ ગાયું. અને તેમની ગાયકીની સુંદર સફરની શરૂઆત થઈ.

ઓસમાણ મીર ડાયરો હોય કે સ્ટેજ પર્ફોર્મન્સ કૂ પછી ફિલ્મી ગીતો દરેક મા એવુ પર્ફોર્મન્સ આપે છે કે સાંભળવા વાળા બસ સાંભળતા જ રહી જાય છે અત્યાર સુધી મા ઓસમાણ મીરે 60 થી વધુ ફિલ્મો મા પોતાનું સંગીત આપ્યુ છે જ્યારે 1000 થી વધુ સ્ટેજ પર્ફોમન્સ કર્યુ છે. ” મારુ મન મોર બની થનગાટ કરે… શિવ તાંડવ કે શિવ ધુન..વગેરે ગીત જો કોઈ સાંભળે તો તેમના અવાજ મા ખોવાઈ જાય એ પાકકુ છે.
આ ઉપરાંત બોલીવુડમા પણ ઓસમાણ મીરે પોતાનો જલવો દેખાડયો છે ઓસમાણ મીર ને સંજય લીલા ભણસાલી એ પોતાની ફીલ્મ ‘રામલીલા’નું ગીત મોર બની થનગાટ કરે ગાવાનુ કહ્યું અને જો તેવો ના ગાઈ તો ફીલ્મ નહી કરે તેવુ કહ્યુ હતુ અને આ ગીત અને ફીલ્મ સુપરહીટ રહ્યુ હતુ. અને આ ગીત માટે તેવાને એવૉર્ડ પણ મળી ચુક્યા છે.
જન્મ થી મુસ્લીમ એવા ઓસમણ મીર આજે સંગીત ના લીધે હિન્દુ સંસ્કૃતી સાથે જોડાયેલા છે અને એટલે જ કહેવાયુ કે સંગીત ની કોઈ સીમા નથી હોતી. આજે ઓસમાણ મીર સાથે તેમનો પુત્ર પણ સંગીત ક્ષેત્ર મા જોડાયેલા છે અને પિતા અને પુત્ર બન્ને દેશ વિદેશ મા પોતાની ગાયકી નો જાદુ દેખાડે છે. ખરેખર ગુજરાત નુ ભાગ્ય કહેવાય કે ઓસમાણ મીર જેવા કલાકારો ગુજરાત ને મળ્યા છે.
