પોલીસ ભરતીમા ગામડા ના ખેડુત પરીવાર ના દીકરા દિકરીઓ મેદાન માર્યુ ! સગી બહેનો પોલીસ બનશે અને બીજા પરીવાર મા..
ક્યારેક એવી ઘટનાઓ એક સાથે બનતી હોય છે કે કલ્પના ન કરી શકાય. સંજોગ કહો કે નસીબના ખેલ પરંતુ આ ઘટના ખૂબ જ પ્રેરણાદાયી છે. વાત જાણે એમ છે કે, હાલમાં જ પાટણ જિલ્લામાં માં બે દેસાઈ પરિવારોના ભાઈ બહેનોએ એવી સફળતા અને સિદ્ધિ હાંસિલ કરી છે કે, તમને જાણીને નવાઈ લાગશે. કોઈએ ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે આવું પણ બની શકે.
હાલમાં આ કિસ્સો ખૂબ જ ચર્ચામાં છે કારણ કે, આધાર અને નાયતવાડા ગામમાં ખેડૂત પિતાના સંતાનો આર્થિક નબળી પરિસ્થિતિમાં હોવા છતાં પણ ભાઈ બહેનોએ સરકારી નોકરી માટે સાથે તૈયારીઓ કરાવી એક સાથે પોલીસની ભરતીમાં ઉર્તિંણ થઈને બન્ને સામાન્ય પરિવારના સંતાનો પોલીસ બન્યા છે.જેમાં અઘાર ગામે એક સાથે ત્રણે ભાઈ- બહેન અને રાધનપુરના નાયતવાડા ગામમાં બંન્ને સગી બહેનો પોલીસમાં પાસ થતા પરિવારમાં ખુશીનો માહોલ વર્તાયો છે.
આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો
સરસ્વતિ તાલુકાના અઘાર ગામમાં રહેતા ખેડૂત દેસાઈ શંકરભાઈ તેમના ત્રણેય સંતાન રામજી ઉ.વ 22,લક્ષ્મણ ઉ.વ 25 અને સંગીતા ઉ.વ 28 પોલીસની ભરતીમાં શ્ પાસ થયા છે તો બીજી તરફ રાધનપુરના નાયતવાડા ગામમાં રહેતા લાખાભાઇ રબારીની મોટી દીકરી નિશા ઉ.વ 21 અને નાની દીકરી કાજલ ઉ.વ 19 બન્ને એકસાથે પોલીસમાં પાસ થઈ છે.બન્ને પરિવારમાં એકસાથે સંતાનો તૈયારીઓ કરી પોલીસમાં લાગતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. આને કહેવાય સફળતાનું પરિણામ.
મિડિયામાં આ સમાચાર વાયુવેગે પ્રસરી રહ્યા છે. તમને જાણીને ગર્વ થશે કે પાસ થનારનાં માતા પિતાએ કહ્યું કે,પરિવારમાં અમારા સંતાનો પ્રથમ સરકારી નોકરી લીધી છે. અમે ખેત મજૂરી કરી જીવન નિર્વાહ કરીએ છીએ પરંતુ હવે સંતાનોનું જીવન સુધરી ગયું તે જોઈને ખૂબ આનંદ થઈ રહ્યો છે. મારા સંતાનોને હું એટલું જ કહું છું કે તમે પણ બીજા લોકોનું ભવિષ્ય બને તેવા કામ કરજો કોઈનું ભવિષ્ય બગાડતા નહીં. એજ એમની પાસે આશા રાખું છું.
અઘારના રામજીભાઈ દેસાઈએ પોતે પહેલા પોલીસની તૈયારી કરતા હતા બાદમાં તેમના ભાઈ લક્ષ્મણ અને સંગીતાબેન જોડાયા અને ત્રણેય સાથે મળીને ક્લાસીસમાં તેમજ ઘરે મળી રોજની 5 થી 7 કલાક તૈયારી કરતા હતા. પ્રેક્ટીકલ અને લેખિત બંનેની તૈયારીઓ સાથે કર્યા બાદ ભરતીમાં પણ ત્રણેય સાથે પાસ થયા છીએ.
નાયતવાડા ગામની નિશા રબારીએપાટણમાં મારી કોલેજ પૂર્ણ કરી પોલીસની તૈયારી શરૂ કરેલ તેમજ બહેનને પણ ધોરણ 12 પૂર્ણ થતા તૈયારી કરાવતી હતી.બંને બહેનો આજે એક સાથે પાસ થયા છે. નિશાએ બીએસએફની પણ પરીક્ષા પાસ કરેલ છે. પરિસ્થિતિ ગમે તેવી હોય યોગ્ય રીતે માર્ગદર્શન અને તૈયારી કરશો તો અવશ્ય સફળ થશો.