India

સંતરા વેચનાર અભણ હોવા છતાં ક્યુ એવું કામ દેશ આખું સલામ કરે છે, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો પદ્મશ્રી…

દર વર્ષે ભારત સરકાર દ્વારા રાજનીતિક તેમજ કોઈપણ કલાક્ષેત્ર તેમજ સામાજિક કાર્યકરના ઉમદા કામગીરી બદલ તેમનું સન્નમાન કરવામાં આવે છે. ત્યારે હાલમાં પદ્મશ્રી એવોર્ડ જાહેર કરવામાં આવેલ.ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે, આ એવોર્ડમાં એક એવા વ્યક્તિનું નામ છે જેઓ ફળ વેચે છે અને તેમની પાસે ન તો પહેરવાના ચમ્પલ છે, છતાંય પણ તેઓને ભારતના રાષ્ટ્રપતિ શ્રીના હસ્તે પદ્મ શ્રી એવોર્ડ આપવામાં આવ્યો. કહેવાય છે ને કે જગત માં તમારા પાસે પૈસા છે તેનાથી નહિ ઓળખે પરંતુ તમે કરેલ કાર્ય અને તમારા વ્યક્તિત્વ થી જ તમે ઓળખાશો ચાલો અમે આપને માહિતગાર કરીએ કે,ક્યાં કારણોસર તેમને આ શ્રેષ્ઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.

હાલમાં જેટલા પણ વ્યક્તિઓને પદ્મશ્રી એનયાત કરવામાં આવ્યો તેમાં ખરા હકદાર છે, સમાજના છેવાડાના લોકોને નાગરિક સન્માન આપવામાં આવ્યુ છે.આ વર્ષે પદ્મ શ્રી એવોર્ડ અપાયો છે તેમાંથી એક 68 વર્ષીય હરેકાલા પણ છે.જે સંતરા વેચવાનુ કામ કરે છે.આ વ્યક્તિએ સૌ કોઈ નું દિલ જીતી લીધું છે.એકદમ સરળ સ્વભાવ અને સાદો પહેરવેશ. તેઓ કામ પણ જાહેરમાં ફળ વેચવાનું કરે છે. તેઓ કર્ણાટકના મેંગ્લોર શહેરમાં રહેતા હરેકાલા હજબ્બા રસ્તાઓ પર ટોપલામાં સંતરા ભરી વેચવા નિકળે છે.તેઓ જે ગામમાં જન્મયા હતા ત્યાં સ્કૂલ નહીં હોવાથી તેઓ ભણી શક્યા નહોતા.તેમણે નક્કી કર્યુ હતુ કે, તમામ બાળકો ભણી શકે તે માટે સ્કૂલ બનાવીશ.

સંતરા વેચીને પાઈ પાઈની બચત એકઠી કરી તેમણે સ્કૂલ ખોલી હતી.રાષ્ટ્રપતિના હસ્તે તેમને પદ્મ શ્રી સન્માન અપાયુ ત્યારે તેઓ ઉઘાડા પગે પહોંચ્યા હતા.તમને જાણીને નવાઈ ;લાગશે કે,આ કામ કરવાની પ્રેરણા તેમને ત્યારે મળી જ્યારે એકવાર તેઓ સંતરા વહેંચી રહ્યા હતા અને એક વિદેશી તેમની પાસે સંતરા લેવા આવ્યું પરંતુ તેઓ તેમની ભાષા ન સમજી ન શક્યા અને ન તો તેમને સમજાવી શક્યા.આ કારણે જ તેમને સમજાયુ કે ભણતરની કિંમત કેટલી છે.

તેઓ પોતે તો શિક્ષણ નોહ્તું મેળવ્યું પરંતુ તેમને પોતાના ગામના બાળકોને ભણાવવા માટે શાળા શરૂ કરી અને સૌને મફતમાં શિક્ષણ આપી રહ્યા છે,ખરેખર આ ખુબ જ ઉમદા કામગીરી છે, તેમને જે કાર્ય કર્યું એ કોઈ ન કરી શકે. સામાન્ય માણસ હોવા છતાંય અને એમાં પણ આર્થિક રીતે ન પોહચી શકાય તો પણ આ કઠિન કાર્યને સરળ બનાવી ને ફળો વેચીને પણ તેમને બાળકોને શિક્ષણ આપ્યું છે,ત્યારે ખરેખર આ એક ખુબ જ ઉમદાકામગીરી છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!