પાકીસ્તાની થી સિધ્ધપુર આવેલા લાલુમલભાઈ એ લસ્સી નો ધંધો ચાલુ કર્યો ! આજે બચ્ચન થી લઈ ઘણા સ્ટારો આ લસ્સી પીવા આવે છે
હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે સૌ કોઈ ઠંડાપીણાનો સ્વાદ અચૂક માણે છે. ત્યારે ખરેખર આજે અમે આપને એક એવા વ્યક્તિની વાત કરીશું જેમની લસ્સી નો સ્વાદ માણવા લોકો દૂર દૂર થી આવે છે.પાકીસ્તાની થી સિધ્ધપુર આવેલા વાલુમલભાઈ એ લસ્સી નો ધંધો ચાલુ કર્યો ! આજે બચ્ચન થી લઈ ઘણા સ્ટારો આ લસ્સી પીવા આવે છે. ચાલો ત્યારે અમે તેમના સફળતા ની કહાની વિશે જણાવીએ.
કહેવાય છે ને કે, કોઈના હાથની બનેલી વાનગી ક્યારેક ખૂબ જ સ્વાદીષ્ટ હોય છે. વાત જાણે એમ છે કે, ભાગલા સમયે પાકિસ્તાનથી ભારત આવીને વસેલ લાલુમલભાઈ સાથે તેમની આવડત લઈ આવ્યા. આજે સિદ્ધપુરમાં તેમની લસ્સી છે ખૂબજ પ્રચલિત થઈ ગઈ છે.લાલુમલભાઈ પાકિસ્તાનના સિંધ પ્રાંતના શહિદે આઝમ ગામમાંથી હિજરત કરી તેઓ સૌપ્રથમ અજમેર રેફ્યુજી કેમ્પમાં સહપરિવાર આવ્યા અને તેઓ ગુજરાતના સિદ્ધપુરમાં આવીને વસ્યા.
પોતાના બાપ દાદાની એક આવડત જેઓ સિંધમાંથી તેમની સાથે લઈને આવ્યા હતા તે દ્વારા શરૂઆતમાં પેડા તથા માવાની લારી તેમણે શરુ કરી. સિદ્ધપુરમાં ન ફાવતા તેઓ વડનગર ગયા ત્યાંથી અમદાવાદ પણ ગયા અને ફરી પાછા સિદ્ધપુર પરત ફર્યા પણ લસ્સીની એક એવી રેસિપી પોતે જાતે શીખી. આ શરૂઆતને કારણે સમગ્ર પરિવારની જિંદગી બદલી નાખી.
આખરે તેમણે લારી પર જ લસ્સી વેચવાનું શરુ કર્યું. જોત જોતામાં તો તેમની લસ્સી ખુબ જ પ્રસિદ્ધ થઇ ગઈ અને તે કારણે જ તેમણે એક દુકાન પણ ખરીદી લીધી અને આજનાં સમયમાં સિદ્ધપુરના સિવિલ હોસ્પિટલ રોડ, રામજીપુર આંબાવાડી વિસ્તારમાં આવેલ આ દુકાનમાં લાલુમલભાઈની ત્રીજી પેઢી લસ્સીનો વ્યવસાય સંભાળી રહી છે. લાલુમલની લસ્સીના નામે જ ઓળખવામાં આવે છે. નોંધનીય બાબત એ છે કે આ લસ્સીનો સ્વાદ અમિતાભ બચ્ચનથી લઈને કેટલાય મહાનુભવોએ માણ્યો છે. ખરેખર આ લસ્સી ખૂબ જ લોકપ્રિય છે.