પોતાની નોકરી અને અભ્યાસ છોડી બે દંપતીએ પાણીપુરી વેચી દેશભરમાંથી આવી રીતે કરે છે કરોડોની કમાણી!
સફળ વ્યક્તિ બનવા સાહસ ની જરૂર હોય છે. ત્યારે જ તમે સફળ વ્યક્તિ બની શકો જ્યારે તમે જીવનમાં અશક્ય કાર્યો નાં પડકારો જીલો છો. આજે અમે આપને એવા દંપતી વિશે વાત કરીશું જેને પાણી-પુરી વેચીને અઢળક કમાણી કરી.આ પાણી-પુરી બ્રાન્ડનું નામ ‘ગપાગપ’ છે, જેને ચટર પટર કંપની દ્વારા લોન્ચ કરવામાં આવી છે. પાણી-પુરીની જેમ, ચટાકેદાર નામવાળી આ બ્રાંડ શરૂ થવામાં અને સફળ થવાની કહાની છે.
વર્ષ 2011માં મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક નાના કિઓસ્કથી ‘ચટર પટર’ ની સ્ટોરી શરૂ થઈ હતી અને આજે તે 22 રાજ્યોના વિવિધ શહેરોમાં પહોંચી ગઈ છે. ઈન્દોરના રહેવાસી પ્રશાંત કુલકર્ણી અને આરતી સિરસટ કુલકર્ણીએ મળીને આ બ્રાન્ડની શરૂઆત કરી હતી. આરતી સોફ્ટવેર એન્જિનિયર છે જ્યારે પ્રશાંત MBA છે. લગભગ 12 વર્ષ પહેલા બંને ઇન્ફોસિસમાં કામ કરતા હતા. કામ પરથી પરત ફરતી વખતે, તેને એક આદત હતી કે તે રસ્તામાં લારીમાંથી પાણી-પુરી ખાતા હતા.
એકવાર પાણી-પુરી ખાધા પછી પ્રશાંતની તબિયત બગડી અને ડૉક્ટરે તેને પાણી-પુરી ન ખાવાની સલાહ આપી. આના પરથી તેને પાણી-પુરીનું ગુણવત્તા વધારવાનો વિચાર આવ્યો જ્યાં લોકો આરામથી બેસીને સ્વચ્છ જગ્યાએ પાણી-પુરીનો આનંદ માણી શકે.આ વિચાર સાથે દેશની પ્રથમ પાણી-પુરી બ્રાન્ડ શરૂ કરી. પ્રશાંત અને આરતીએ 2011માં નાના સ્ટોલથી શરૂઆત કરી હતી. તે સમયે પ્રશાંતે નોકરી છોડી દીધી હતી કારણ કે તે સંપૂર્ણપણે ધંધા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતો હતો.
આરતીએ મોટાભાગની રેસીપી તૈયાર કરી હતી અને પ્રશાંતે મોટાભાગના બિઝનેસનું વિસ્તરણ કર્યું હતું. રાત-દિવસ મહેનત કરીને તેમણે પાણી-પુરી માટે અલગ અલગ ફ્લેવર તૈયાર કર્યા. આરતી કહે છે કે તેણે એક પછી એક 100થી વધુ વિવિધ ફ્લેવર બનાવ્યા. પ્રશાંત અને આરતીએ શરૂઆતમાં માર્કેટિંગ પાછળ કોઈ પૈસા ખર્ચ્યા ન હતા. તેના બદલે લોકોએ તેમનું માર્કેટિંગ કર્યું. તે કહે છે કે તેમની પાણી-પુરીનો સ્વાદ અને ગુણવત્તા તેના આઉટલેટમાં લોકોને લઈને આવતા હતા.
આજે આરતી અને પ્રશાંત પોતાની બ્રાન્ડ દ્વારા લોકોને 100 થી વધુ પ્રકારની પાણીપુરી ખવડાવે છે. રસપ્રદ વાત એ છે કે હાર્વર્ડ યુનિવર્સિટીએ તેમની પાણી-પુરી બ્રાન્ડ પર કેસ સ્ટડી કર્યો છે. ગ્રાહકોને ભારતના દેશી બર્ગર ખવડાવવા માટે ‘બોક્સ-ઓ-બર્ગર’ બ્રાન્ડ શરૂ કરી. આ પછી તેણે ‘અંડેવાલા’ પણ શરૂ કર્યુ. તેમણે કહ્યું કે આપણા દેશમાં ઘણા લોકો માત્ર ઇંડા ખાય છે, માંસાહારી નથી. તેમણે તેમના માટે ખાસ જગ્યા તૈયાર કરવાનું વિચાર્યું. તેઓ કહે છે કે અંડેવાલા લોકોને 100થી વધુ ઇંડાની વાનગીઓ પૂરી પાડે છે.આજે અમે 30 થી વધુ ફૂડ બ્રાન્ડનો વિકાસ કરી રહ્યા છીએ. આ તમામ બ્રાન્ડ્સ સહિત, અમારી પાસે દેશભરમાં 300થી વધુ આઉટલેટ્સ છે અને આ દ્વારા અમે 3000 થી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે.
Story source – the better india
