કોરોનાકાળ મા મજૂરો ને ફ્લાઇટ મા ઘરે મોકલનારા ખેડૂતે કરી આત્મહત્યા કરી લીધી ! સ્યુસાઈડ નોટ મા જણાવ્યું
કોરોના કાળ મા લોકો એ ખુબ જ કપરા કાળ નો સામનો કર્યો હતો એમા પણ ખાસ કરીને મોટા શહેરોમા મજુરી કરવા આવેલા મજુરો એ પોતાના વતન જવા માટે અનેક મુશ્કેલીઓ નો સામનો કર્યો હતો જ્યારે ઘણા એવા લોકો પણ હતા કે જેવો આવા પરેશાન મજૂરો ને પોતાના વતન જવા માટે વ્યવસ્થા કરી આપી હતી ત્યારે આવા જ એક વ્યક્તિ કે જેણે કોરોના કાળ મા લોકો ને મદદ કરી હતી તેણે આપઘાત કરી જીવન ટુંકાવ્યું હતુ.
આ વ્યક્તિની વાત કરીએ તો તેવો દિલ્લીના ખેડુત છે જેનુ નામ પપ્પન સિંહ ગહલોતે છે અને તે મશરુમ ની ખેતી કરતા હતા જ્યારે કોરોના કાળ મા બીહાર અને ઉત્તર પ્રદેશ ના મજુરો ને વતન જવા માટે ફ્લાઇટ મા વ્યવસ્થા કરી આપી હતી. ત્યારે લોકો તેને દિલ્લી ના સોનુ સુદ તરીકે ઓળખવા લાગ્યા હતા પરંતુ અચાનક જ તેમના મોત ના સમાચાર આવતા લોકો મા દુખ ની લાગણી ફેલાઈ હતી.
પપ્પન સિંહ ગહલોતે મંગળવારે સાંજે લગભઘ પાંચ વાગે તિગીપુર ગામમાં પોતાના ઘરની સામે આવેલા શિવ મંદિરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. ગહલોતના પરિવારમાં તેમના પત્ની અને એક પુત્રી છે. પોલીસના જણાવ્યાં મુજબ ગહલોત રોજ મંદિર જતા હતા. જો કે મંગળવારે સાંજે પૂજારીએ તેમનો મૃતદેહ પંખાથી લટકતો જોયો અને પોલીસને જાણ કરી. અને હાલ તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડવા મા આવ્યો છે.
પપ્પન સિંહ ગહલોત ની આત્મહત્યા કરવા પાછળનુ કારણ તેની બિમારી છે પોલીસના જણાવ્યાં મુજબ ઘટનાસ્થળેથી એક સ્યૂસાઈડ નોટ મળી છે. જે મુજબ તેમણે બ્લડ પ્રેશર અને શુગરનું લેવલ વધુ હોવાની સમસ્યાના કારણે આત્મહત્યા કરી. તેમણે કહ્યું કે ગહલોતના પરિવારના સભ્યોએ કોઈ શંકા વ્યક્ત કરી નથી.