ખેડૂતો માટે પરેશ ગૌસ્વામીએ કરી ભારે મોટી આગાહી! કહ્યું કે આ તારીખથી ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થશે, જાણો કયા ને ક્યારે??
હાલમાં ગુજરાતમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે, ત્યારે વરસાદને લઈને અંબાલાલ પટેલ બાદ હવે પરેશ ગૌસ્વામી એ પણ ભારે આગાહી કરી છે. હાલમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ચૂક્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 78 તાલુકામાં વરસાદ નોંધાયો છે, હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરેલ છે.
હવામાન વિભાગની આગાહી સામે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ગુજરાતમાં હજી જોઈએ તેવો વરસાદ પડી નથી રહ્યો. પોરબંદર, મોરબી અને સુરેન્દ્રનગરમાં વરસાદ થશે પરંતુ અહીં વરસાદની તીવ્રતા ઓછી હશે. અમદાવાદ, વડોદરા, લુણાવાડા અને ગોધરાની આસપાસ પણ વાવણીલાયક વરસાદ થઈ શકે છે.
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 23 જૂનથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શરૂઆત થશે. ત્યારબાદ ચોમાસું 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં જોવા મળશે. 24 થી 26 જૂનની વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળશે.
આ સમયગાળા દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર સહિત કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.