ચાલીસ વરસ પછી ગુજરાતી ફિલ્મમાં જોવા મળ્યા પરેશ રાવલ!જુઓ ફિલ્મમાં પરેશ રાવલનો અંદાજ…
ગુજરાતી સિનેમા એટલે ગુજરાતનું રતન! કહેવાય છે કે, એંશી અને 90નાં દશકમાં ખૂબ જ ગુજરાતી ફિલ્મો નો ખુબ જ દોર હતો અને આ સમયગાળા દરમિયાન અનેક ગુજરાતી ફિલ્મો આવી અને આ સમયગાળા દરમીયાન અનેક કલાકારો એ ગુજરાતી ફિલ્મોમાં રાજ કર્યું છે. ત્યારે આજે આપણે સિનેમા જગતના એક એવા ઉમદા કલકાર વિશે વાત કરીશું જેમણે ગુજરાતી હોવા છતાં પણ બોલીવુડમાં ખૂબ જ અનોખી છબી બનાવી.
કહેવાય છે ને કે, માતૃભૂમિનું ઋણ અવશ્ય માણસ ચૂકવે છે. આજે આપણે વાત કરીશું ગુજરાતી ફિલ્મ જગતના સુપરસ્ટાર અને બોલીવુડના બાબુભૈયા! હવે તમને યાદ આવી ગયું હશે કે અમે પરેશ રાવલની વાત કરી રહ્યા છે. ખરેખર પરેશ રાવલ એ ગુજરાતી સિનેમા અને બોલીવુડના પીઢ અભિનેતા છે, જેમણે અભિનયક્ષેત્રમાં ખૂબ જ પ્રગતી કરી છે. તેઓ મૂળ ગુજરાતી છે, છતાં પણ તેમણે ગુજરાતી ફિલ્મોમાં કામ નથી કર્યું.
આ એ વાત તો સત્ય છે કે, ગુજરાતી રંગમંચભૂમિએ જ પરેશ રાવલ ને અભિનયની કળા શીખવી છે, ત્યારે ખરેખર આ જ કળા થકી તેમને આજથી 40 વર્ષ પહેલાં ગુજરાતી ફિલ્મ પારકી જણીમાં અભિનય કર્યો હતો અને આજે ફરી એક વખત તેઓ ગુજરાતી નાટક ડિયર ફાધર પર બનેલી ફિલ્મ ડિયર ફાધરમાં 40 વર્ષ પછી ગુજરાતી ફિલ્મો વાપસી કરી છે.
આ ફિલ્મ કોમેડી, સન્સ્પેન્સ અને થ્રિલર થી ભરપૂર છે, જ્યારે પરેશ રાવલ જેવા ઉમદા કલાકાર અને માનસી પારેખ અને ચેતન ધનાણી જોડીએ દર્શકોનું દિલ જીતવામાં સફળ રહેશે.આ ફિલ્મ હાલમાં જ 15મી માર્ચના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે અને હાલમાં આ ફિલનું ટ્રેલર લોન્ચ થયું છે, ત્યારે આ ફિલ્મ તમારે અચૂકપણે જોવી જ જોઈએ.
