લગ્નના બે જ મહીનામા પરીણીતાનુ સંદિગ્ધ હાલત મા મોત થયુ ! મોત પહેલા પરીવારજનો ને ફોન પર જણાવ્યુ હતુ કે “મને અહી.
લગ્ન મા દહેજ લેવુ અને દેવુ એક કાયદાકીય ગુનો બને છે આમ છતા વર્ષો જુની આ પ્રથા આજના આધુનિક યુગ મા જવાનુ નામ નથી લેતી. દેશના ઘણા રાજ્યો મા આજે પણ દીકરીના પરીવારજનો પાસે થી દહેજ લેવામા આવતુ હોય છે અને દહેજ નો આપવામા આવે તો કોઈ ને કોઈ રીતે પરિણીતા ને દહેજ માટે હેરાન પરેશાન કરવામા આવતી હોય છે ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે જેમા એક પરીણીતા નુ મોત નીપજયું છે.
ઘટના અંગે જાણવા મળેલ વિગત અનુસાર ઉત્તર પ્રદેશના ગ્વાલિયર શહેર ના મોધાગંજ ના ડેરી રોડ પર આ ઘટના બની હતી જેમા વેપારી પવન રાઠોડ ના લગ્ન આગ્રાની રહેવાસી જ્યોતિ રાઠોડ સાથે 10 ફેબ્રુઆરી 2022 ના રોજ થયા હતા ત્યારે ગત તારીખ 17 ના રોજ જ્યોતિ રાઠોડ નુ ગળાફાસો લગાવી સંદિગ્ધ હાલત મા મોત થયુ છે. જ્યારે આ બાબત ને લઈને જ્યોતિ ના પરિવારજનો એ સાસરીઆ પક્ષ પર આરોપો લગાવ્યા છે કે દહેજ માટે જ્યોતિ ને માર મારી ને હત્યા કરવામા આવી છે અને પછી ગળાફાંસો આપવામા આવ્યો છે.
આ ઘટના અંગે કેહવામા આવી રહ્યુ છે કે મૃતક પરીણીતા જ્યોતિ ને લગ્ન બાદ સતત શારીરિક અને માનસિક ત્રાસ આપવામા આવ્યો હતો અને દહેજ ની માંગણી કરવામા આવતી હતી. જ્યોતિ સંબંધ ટુટવા ના ડર થી પોતાના પરિવારજનો ને આ વાત જણાવ્યા વગર જ પોતે આ જુલ્મ સહન કરતી હતી પરંતુ બે દીવસ અગાવ પરીણીતા એ પોતાની માતા ને ફોન કરી ને જણાવ્યુ હતુ કે “મને સાસરિયા મા ખુબ માર મારવાના આવા છે મને આગ્રા લઈ જાવ”
પરીણીતા ના મોત બાદ તેમના પરીવારજનો એ હોવાળો મચાવી દીધો હતો અને સાસરીયાઓ પર માર મારવાનો આરોપ લગાવ્યો હતો જ્યારે મૃતક જ્યોતિ ના શરીર પર ઘણા માર માર્યા ના નિશાન પણ જોવા મળ્યા હતા. હાલ પોલીસે જ્યોતિ ના મૃતદેહ ને કપજા મા લઈ ને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામા મા આવ્યો છે. આગળની કાર્યવાહી પોસ્ટ મોર્ટમ નો રીપોર્ટ આવ્યા બાદ થશે…