Gujarat

પાટણ મા અનોખા સુમહ લગ્ન યોજાયા! દંપતિઓ ને ભેટ મા એવી વસ્તુ મળી કે લોકો એ ખુબ વખાણ કર્યા

સામાન્ય પરિસ્થિતિ ધરાવનાર પિતા પરથી પોતાની દીકરીને લગ્નનો બોજ ઓછો થાય તેમજ સમાજમાં એકતાનું એક ઉત્તમ પ્રતીક બને તે માટે થઈ ને સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. આજના સમયમાં તો હવે દરેક જ્ઞાતિ અને ધર્મના સમૂહ લગ્ન સિવાય અનેક એવા કાર્યક્રમોનું સમૂહમાં આયોજન કરવામાં આવે છે, આજે અમે આપને એક એવા સમૂહ લગ્નની વાત કરીશું, જેમાં દીકરીઓને કરીયાવરમાં એવી વસ્તુઓ ભેટમાં આપવામાં આવી કે, સૌ કોઈ આશ્ચય પામી ગયા છે.

આપણે જાણીએ છે કે, સમૂહ લગ્નમાં દીકરીને કરિયાવરમાં ચમચી થી લઈને દરેક જીવન જરૂરિયાત વસ્તુઓ આપવામાં આવે છે, તેમજ સોનાની અને ચાંદીની ભેટ પણ આપવામાં આવે છે, પરતું ગુજરાતનાં પાટણમાં યોજાયેલમાં દીકરીઓને કરીયાવારમાં એવી વસ્તુઓ આપવામાં આવી છે, જે દરેક સાસરા પક્ષ એ સ્વીકારવી જ જોઈએ.

આજના સમયમાં આપણે ત્યાં કરીયાવારના નામે દીકરીઓ પર દહેજનો અત્યાચાર કરવામાં આવે છે. હાલમાં એક સમૂહ લગ્ન સૌ કોઈ માટે પ્રેરણા રૂપ બન્યા છે. વાત જાણે એમ છે કે,
પાટણ તાલુકાના ડેર ખાતે યુવા આગેવાન દરબાર મંગાજી પનાજી દ્વારા ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નમાં જેમાં નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડી સુખી દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી.

 

આ સમૂહલગ્નમાં 35 નવદંપતીઓએ  પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સામાજિક આગેવાનો, સંતો-મહંતો અને રાજકીય આગેવાનોએ ઉપસ્થિત રહી નવદંપતીઓને સુખી દાંપત્યજીવનના આશીર્વાદ આપ્યા હતા. ડેર ખાતે સમૂહલગ્નનું આયોજન કરનાર ઉદ્યોગપતિ મંગાજી દરબારે પણ પોતાની દીકરીના લગ્ન સમૂહલગ્નમાં જ કરાવી સમાજને એક અનુકરણીય-પ્રેરણારૂપ દાખલો આપ્યો હતો.

ખાસ વાત એ કે આ સમૂહલગ્નમાં આયોજક દ્વારા કરિયાવર રૂપે હિન્દુ સંસ્કૃતિના મહાન ગ્રંથ ભગવદ્ ગીતાનું પુસ્તક અને તુલસીના ક્યારા ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા.સમૂહ લગ્નની વિભાવનાને ચરિતાર્થ કરવા તેમજ સમાજમાંથી કુરિવાજો અને ખોટા ખર્ચ બંધ થાય અને સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ વધી વ્યસન મુક્ત બને તેવાં ઉદ્દેશ ને મંત્રમુગ્ધ કરવા પોતાની દીકરીને પણ આ સમૂહ લગ્નમાં સપ્તપદીના સાત ફેરા ફેરવીને સમાજમાં આગેવાનો દ્વારા સંદેશ પાઠવવામાં આવેલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!