પાટણ ના રીક્ષા ચાલક પ્રામાણિકતા જુવો ! લાખ રુપીયા ના ઘરેણા ભરેલી થેલી પરત કરી જ્યારે માલિકે ઈનામ મા…
હાલમાં જ પાટણ શહેરમાં એક રીક્ષા ચાલક પ્રામાણિકતાનો ઉમદા કિસ્સો જોવા મળ્યો. આ ઘટના વિશે જાણીને તમે પણ આશ્ચય પામી જશો કે, આવું કંઈ રીતે શક્ય બની શકે. આજના સમયમાં જ્યારે લોકોને સો કે પાંચસો રૂપિયા મળી જાય છે તો પણ પરત નથી કરતા જ્યારે આ રિક્ષા ચાલકને લાખ રુપીયા ના ઘરેણા ભરેલી થેલી પરત કરી ત્યારે ઘરેણાનાં માલિકે ઈનામ જે આપ્યું એ જાણીને આશ્ચય પામી જશો.
કહેવાય છે ને કે, આજના સમયમાં માણસ ભલે ગરીબ કે સામાન્ય પરિવારમાંથી આવતો હોય કે સાવ સામાન્ય ધંધો કરતો હોય પરંતુ તેની ઈમાનદારી હંમેશા પ્રેરણારૂપ બનતી હોય છે. આવી જ એજ ઘટના પાટણ શહેરમાં બની છે. રિક્ષા ચલાવીને પોતાનું ઘર ચલાવનાર સામાન્ય વ્યક્તિએ તેની રિક્ષામાં પડેલા સોનાના દાગીના, રોકડ રકમ સાથેનો થેલો મળ્યો હતો. હવે વિચાર કરો કે આવી સ્થતિમાં તે તમામ પૈસા અને ઘરેણાં પોતાની પાસે રાખી શકત.
હાંસાપુર કૃષ્ણપાર્ક સોસાયટીમાં રહેતા આઇટીઆઇના નિવૃત્ત આચાર્ય મહેન્દ્રભાઈ એમ. સોલંકી તેમના પત્ની સવિતાબેન અને પુત્ર નીરવ સાથે વહેલી સવારે ડેમુ ટ્રેનમાં બેસીને અમદાવાદ ચાંદખેડા જવા નીકળ્યા હતા. રિક્ષામાં બેસીને રેલ્વે સ્ટેશન આવ્યા હતા. મહેન્દ્રભાઈ તેમની કપડાંની એક બેગ તેમજ અન્ય એક થેલામાં અંદાજે અઢી લાખની કિંમતના સોનાના દાગીના જેમાં બે મંગળસૂત્ર એક દોરો બે વીંટી તેમજ એક મોબાઇલ અને આશરે અઢી હજાર રૂપિયા રોકડા હતા તે રિક્ષામાં જ ભૂલીને ઉતરી જઇ રિક્ષાચાલકને ભાડું ચૂકવીને સીધા રેલવે સ્ટેશનમાં ગાડીમાં બેસવા ગયા હતા.
આ દરમિયાન જ તેમનો પુત્ર નીરવ ટિકિટ બારી પર પહોંચ્યો હતો. જ્યારે રિક્ષાચાલક ભાડુ લઈને તેને અન્ય એક વર્ધીમાં જવાનું હોય ત્યાંથી નીકળી ગયો હતો.ટ્રેનમાં બેસતા માલસામાન ગાયબ થઈ ગયો તે બાબતેચિંતામાં પડી ગયા અને રિક્ષાવાળાને ક્યાં શોધવો તે વિચારવા લાગ્યા. આ દરમિયાન ટ્રેન ઉપડવાનો સમય થઇ જતા તેઓ બંને ટ્રેનમાંથી નીચે ઉતરીને રેલવે સ્ટેશનથી બહાર આવ્યા હતા અને ત્યાં આવીને જોતા રિક્ષા નજરે પડી ન હતી જેથી તેમના પુત્ર નીરવને જાણ કરી હતી અને રિક્ષાવાળાને શોધવા તેઓ બીજી રિક્ષામાં બેસીને નવા બસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યારે આ તરફ તેમનો પોલીસને જાણ કરવા માટે રેલવે સ્ટેશન ખાતે રોકાયો હતો.
કહેવાય છે ને કે, મહેનત ની કમાણી હોય તો એ અવશ્ય મળી જાય છે. ક્યારે રીક્ષા ચાલક બીજો ફેરો કરવા માટે બીજા પેસેન્જર રિક્ષામાં બેસતા જ હતા પેસેન્જરની નજર રિક્ષામાં પડેલ થેલા પર પડતાં તેનું ધ્યાન દોર્યું હતું. આ થેલો સવારે રિક્ષામાં રેલવે સ્ટેશને ઉતરેલા પેસેન્જરનો જ છે. જેથી તેને જરાપણ વિલંબ કર્યા વિના વર્ધી જતી કરીને તાબડતોબ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યો હતો અને પેસેન્જરની રાહ જોઈને બહાર ઉભો રહ્યો હતો.
આ દરમિયાન થેલાના માલિક નવા બસ સ્ટેશનમાં રિક્ષાચાલકને શોધતા હતા. રિક્ષા.ચાલક થેલો પરત કર્યો.થેલો મુળમાલિકને પરત સોંપીને રિક્ષાચાલક આવજો કહીને ચાલવા લાગ્યો પરતું મૂળ માલિકે રોકડ બક્ષિસ આપી હતી, પરંતુ રિક્ષા ચાલકે એકપણ રૂપિયો લેવાની ના પાડી હતી અને મને ભાડાના પૈસા મળ્યા છે એટલા પુરતા છે એમ જણાવી તેણે એકપણ પૈસો લેવાનો ઈનકાર કરી દીધો હતો. આ ઘટના જોઈને સામાન્ય રિક્ષાચાલકની પ્રામાણિકતા જોઈને લોકો વિચારતા થઈ ગયા હતા અને તેની ઇમાનદારીને બિરદાવી હતી.
