વડોદરા : વાસુ પટેલ નામ ના યુવકે એવી રીતે આત્મહત્યા કરી કે જાણી ને તમારુ હદય કંપી જશે !
હાલ યુવાનો ની રૂચી, શોખ, અને ઈચ્છા ખુબજ અલગ થતી જાય છે, હાલના યુવાનો સાચું શું છે, અને ખોટું શું છે, તેનો તફાવત જાણતા નથી, પોતાની નવયુવાની ના શોખ પુરા કરવા યુવાનો તેના પરિવાર કે માતા-પિતા નું વિચાર્યા વગર કયારે કેવું પગલું ભરી લે છે, તે કહી શકાતું નથી, અને તેના કારણે તે ખુબજ મુશ્કેલી માં મુકાય છે.
તેવીજ એક વાત કરીએ તો વડોદરા શહેરના વડસર વિસ્તારમાં આવેલી શ્રમજીવી વસાહત ખાતે રહેતો ૨૨ વર્ષીય યુવાન નામે વાસુ પટેલ કે જે ગત તા.૪ નવેમ્બર દિવાળી ના રોજ તે બપોરના દોઢ વાગ્યાની આસપાસ વાસુ વડસર બ્રિજથી માંજલપુર તરફના રેલ્વે ટ્રેક ઉપર પહોંચી ગયો હતો. અને રેલ્વે ટ્રેક પર માથું મુકીને આપઘાત કર્યો હતો.
ઘટના ની જાણ થતા ની સાથે માંજલપુર પોલીસનો સ્ટાફ ત્તાત્કાલીક સ્થળ ઉપર પહોંચી ગયો હતો. અને યુવાન નો મૃતદેહ જોઈ તે ચોંકી ઉઠ્યા હતા. અને આ યુવાને આ પગલું શું કામ ઉપાડ્યું તેનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, પરંતુ મળતી માહિતી અનુસાર થોડું જાણવા મળેલ કે આ યુવાન ક્રિકેટ નો સટ્ટો રમતો હતો, તેમાં તેને દેવું થઇ જતા આ આપઘાત નું પગલું તેને ભરવું પડ્યું હતું.
અન્ય વાત કરીએ તો આ યુવાનના મૃતદેહ નું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ તેના પરિવાર જન ને સોંપી દેવામાં આવશે, અને આ આપઘાત નું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ આ યુવાન ના મિત્રો ને પુછપરછ કરશે. આ યુવાન નું આવું રહસ્મય પગલું ભરતા તેના પરિવાર અને માતા-પિતા માં આ નવા વર્ષની ઉજવણી માતમમાં ફેરવાઈ ગઈ હતી.