અમેરીકામા વસેલા પટેલ દંપતિનો વતન પ્રેમ ! પોતના મુળ વતન ગુજરાત ના આ ગામ ભાટે 5 કરોડ રુપીઆ નુ દાન એગ્રીકલ્ચર ઇન્સ્ટીટયુટ આપ્યા
આપણે સૌ જાણીએ છીએ કે આજે પણ એવા ઘણાબધા ગુજરાતીઓ છે જે વિદેશમા વસેલા છે અને વતન ને ભૂલ્યા નથી! કોરોના કાળ હોય કે અન્ય કોઈ મુશ્કેલીઓ નો સમય હોય વિદેશ મા વસતા ગુજરાતીઓ વતન ની વ્હારે આવ્યા છે ત્યારે વધુ એક ગુજરાતી એ પોતાના વતન અને દેશ માટે પ્રેમ દેખાડયો છે અને 5 કરોડ રુપીયા નુ દાન આપ્યુ છે. તો આવો જાણીએ કોણ છે આ દાતા…
આપણા જે દાતા શ્રી ની વાત કરવા જઈ રહ્યા છીએ તે એક પટેલ દંપતી છે જેવો નુ મુળ વતન ઉત્તર ગુજરાતના પલાસર ગામ છે જેમનું નામ કાશીરામ પટેલ અને તેમના પત્ની કાન્તા પટેલ છે. આ દેપતિ એ ગણપત યુનિવર્સિટીને એગ્રીકલ્ચર કોલેજની સ્થાપના માટે 5 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ અગાવ પણ અનેક સેવા કર્યો કર્યા છે લણવા અને ધીણોજ ગામની શાળાઓમાં વિકાસના કામો કરવાનો નિર્ધાર કર્યો. અગાઉ તેમને ITI ઇન્સ્ટીટયુટની સ્થાપના કરવા માટે 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. આ ઉપરાંત એક સેવા ટ્રસ્ટની સ્થાપના કરી.
કાશીરામભાઈ પટેલની વાત કરવામા આવે તો તેમનો જન્મ 1 જૂલાઈ 1936ના રોજ થયો હતો. નાનપણ થી જ તેજસ્વી વક્તિતવ ધરાવતા કાશીરામ ભાઈ પટેલે ધોરણ 10 સુધી અભ્યાસ કરી ને જ્યારે ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા હતા ત્યારે તેમની નેશનલ મેરિક અને ડાયમંડ જ્યુબીલી સ્કોલરશીપ મેળવી હતી.
કાંશીરામભાઈ નુ ભણતર પુરુ થયા પછી તેવો એક શિક્ષક તરીકે નોકરીએ લાગ્યા અને બાદ મા 1977 મા અમેરીકા ગયા જયાં પણ તેવો એ શિક્ષક તરીકે કામ કર્યા બાદ લેબ ટેકનીશીયન તરીકે જોબ કરી. ત્યારબાદ તેમને કેમિસ્ટ તરીકે બઢતી મળ્યા મળી. આ પ્રકારે તેમને 9 વર્ષ સુધી કામ કર્યું. અને આખરે એક કંપનીમા ભાગીદારી કરી અને બાદ મા બે બીજી કંપની ઉભી કરી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગણપત યુનિવર્સિટીમાં પહેલાથી જ 300 એકર વિશાળ કેમ્પસમાં ભારત સરકાર માન્ય કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. તેમાં પણ હવે કાંતાબેન એન્ડ કાશીરામ ઇન્સ્ટીટયુટ ઓફ એગ્રીકલ્ચર સાયન્સીસ એન્ડ રીસર્ચમાં હવે વિદ્યાર્થીઓ કૃષિક્ષેત્રે વૈશ્વિક ધોરણે ઉપયોગમાં લેવામાં આવતા સાધનો, પ્રયોગો અને પદ્ધતિઓનું શિક્ષણ મેળવશે.