કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે જોડાયેલા પટેલ યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો! આપઘાત કરવાનું કારણ…
આત્મહત્યાના બનાવો દિવસેને દિવસે વધુ બની રહ્યા છે, ત્યારે હાલમાં જ ફરી એકવાર જામનગર શહેરમાં કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે જોડાયેલા પટેલ યુવાને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી દીધી. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદાયી છે. ચાલો અમે આપને જણાવીએ કે, યુવાને આખરે ક્યાં કારણોસર પોતાનું જીવન ટૂંકાવી દીધું. આત્મહત્યાનાં બનાવોનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને આ ઘટના ખાસ કરીને યુવા વર્ગોમાં વધુ બની રહી છે.
મીડિયા દ્વારા મળેલી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે,
જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલા રઘુવીર પાર્ક શેરી નંબર 4 માં પ્લોટ નંબર 177/4 માં રહેતા અને કન્ટ્રક્શનનો વ્યવસાય કરતા ત્રિભુવનભાઈ વસંતભાઈ ઝાલાવાડીયા ઉ.48 નામના પટેલ યુવાને બુધવારે ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં આવેલા તેના ઘરે ગયા હતા અને ત્યાં રૂમમાં લાકડાની આડસમાં દોરડા વડે ગળાફાંસો ખાય આત્મહત્યા કરી હતી.
આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચી જય મૃતદેહનો કબજો સંભાળી જામનગર જીજી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી આપેલ હાલમાં અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કે મૃતક કયા કારણોસર આત્મહત્યા કરી છે તે અંગે કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ અનુમાન લગાવી રહી છે કે, મૃતકની આત્મહત્યા પાછળ આર્થિક સંકળામણ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે અન્ય વિગતો જાણવા માટે મૃતકના પરિવારોને પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે.જ્યારે મૃતકના આત્મહત્યા કરવાનું પાછળનું કારણ શું હોઈ શકે તે તો પોલીસ તપાસ બાદ જ ખ્યાલ આવશે. આ ઘટનાને કારણે પરિવારમાં દુઃખદ વાતાવરણ છવાઈ ગયું છે.
