પટેલ યુવાને 10 વર્ષની દીકરીની હત્યા કરી બાદ મા પોતે ગળાંફાસો ખાઈ જીવન ટુકાવી લીધું ! સ્યૂસાઇડ નો મા લખ્યુ કે ” હવે અમે આ દુનિયામાં
કોરોના કાળ બાદ અનેક પરીવારો ના માળા વિખાયા છે કોઈ ના કોઈ એ પોતાના સ્વજનો ને ગુમાવ્યા છે અને માસિક અને આર્થિક રીતે પડી ભાંગ્યા છે ત્યારે હાલ જ ગુજરાત મા આપઘાત અને સામુહિક આપઘાત ના બનાવો મા સતત વધારો થયો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક એવી જ ઘટના કપડવંજ માથી સામે આવી છે જેમા એક પિતાએ પોતાની 10 વર્ષ ની દીકરી ની હત્યા કરી ને પોતે ગળાફાંસો ખાઈ લીધો છે.
ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો કપડવંજના રત્નાકર માતા રોડ પર વિશ્વાસ આર્કેડ ફ્લેટના પાંચમા માળે ઘર નં.505 માં રહેતા ભાવિક અરવિંદભાઈ પટેલ (ઉંમર 42) અને જોએલ અરવિંદભાઈ પટેલ (ઉંમર 10)ના સાંજના સમયે મૃતદેહો મળી આવતા ચકચાર મચી ગઈ હતી. જ્યારે ઘટના અંગે વધુ મા જાણવા મળેલ કે પાડોશી વિનોદભાઈ સોનીના જણાવ્યા અનુસાર, મારો દિકરો અને જોએલ હરરોજ સાથે ટ્યુશન જતા હતા.
આજે પણ તેણીને ટ્યુશન આવવાનું છે તેવું પુછવા મે ભાવિકભાઈનો દરવાજો ખખડાવ્યો, તો દરવાજો ખુલ્લો હતો. જેથી મેં દરવાજાને ધક્કો માર્યો તો જોયુ કે તેઓની લાશ લટકતી હતી. હુ ગભરાઈ ગયો અને દોડીને ચોથા માળે જઇ પડોશી મોન્ટુભાઈને બોલાવી મ્યુ.સભ્યને ફોન કરતા તેઓએ પોલીસને જાણ કરી.
ઘટના ની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ને તપાસ હાથ ધરી હતી. જેણા પોલીસ ને ઘર ની અંદર થી ભાવિક પટેલ ની લાશ ગળાંફોસો ખાધેલી હાલત મા હતી જ્યારે 10 વર્ષની પુત્રી ની લાશ ચાદર મા લપેટાયેલી પડી હતી અને બાજું મા તેની માતા નો ફોટો પણ હતો. અને સાથે એક ચિઠ્ઠી પણ ધ્યાન મા આવી હતી જેમા લખ્યુ હતુ કે
“હવે અમે આ દુનિયામાં રહેવા નથી માંગતા” તેમ લખ્યું હતું. જ્યારે આ અંગે કપડવંજના પી. આઈ. અજીતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, સ્થળ તપાસમાં દિકરીની હત્યા કરી હોવાનું માલુમ પડ્યું હતું. એકલવાયા જીવનથી કંટાળી આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે પાડોશી ના જણાવ્યા અનુસાર ભાવિકભાઈ અને તેમની દીકરી ખૂબ જ સારા પડોસી હતા. તેમની પત્નીનું કોરોનામાં મૃત્યુ થયા બાદ હરરોજ તેઓ દુઃખી રહેતા હતા, પરંતુ કોઇને ખબર પડવા દેતા ન હતા. હરરોજ તેમના સ્ટેટસમાં પત્નીનો ફોટો રાખતા હતા.