Gujarat

પટેલ પરીવાર મા માતમ છવાયો ! અમદાવાદની યુવતીની નદી માથી એવી હાલત મા લાશ મળી જોઈ ને પરિવાર ધૃજી ગયો…જાણો પુરી ઘટના

આપણે સૌ કોઈ જાણીએ છે કે, અવારનવાર વિદેશમાં ગુજરાતીઓની હત્યા અને આત્મહત્યાના બનાવો બને છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે, .શહેરના નરોડા વિસ્તારની એક મહિલા સાધના શૈલેષ પટેલ લાશ પેરિસની સીન નદીમાં તરતી મળી આવી હતી. આ ઘટના અંગે પરિવારને આઘાત જનક લાગી છે અને હત્યાની શંકા કરી છે.

યુવતી સાધનાનો મૃતદેહ 14 એપ્રિલ, 2022ના રોજ મળી આવ્યો હતો અને તે 6 ઓગસ્ટે અમદાવાદ પહોંચ્યો હતો. સાધનાના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા.લાશ ખરાબ રીતે સડી ગઈ હોવાથી તેઓએ તેને ઓળખવા માટે ઘણો સંઘર્ષ કર્યો હતો. એક ચોંકાવનારી વાત સામે આવી છે કે, પેરિસમાં કામ કરતો તેનો પતિ શૈલેષ પટેલ પણ મળી નથી રહ્યો.” પેરિસ પોલીસ હજી આ કેસની તપાસ કરી રહી છે.

સાધનાના ભાઈ ગૌરવ લાબાડેએ ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજાનો સંપર્ક સાધ્યો હતો. જેમણે  વિદેશ પ્રધાન એસ જયશંકર ને પત્ર લખીને આ મામલે પેરિસ પોલીસ તપાસ અંગે જણાવેલ. બહેને 2016માં શૈલેષ સાથે લગ્ન કર્યા હતા. તેઓ 2018માં યુક્રેન શિફ્ટ થયા હતા. તેમના એજન્ટ તેમના પાસપોર્ટ અને અન્ય સંબંધિત દસ્તાવેજો સાથે ગાયબ થઈ ગયો હતો. જેથી યુક્રેન પોલીસે તેમની અટકાયત કરી હતી. તેઓ કોઈક રીતે કાનૂની સહાય મેળવવામાં સફળ રહ્યા અને પછી 2020માં પેરિસ શિફ્ટ થયા હતા.

24 મે, 2022ના રોજ ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસે સાધનાના પરિવારને જાણ કરી હતી કે પેરિસ પોલીસને તેનો મૃતદેહ મળી આવ્યો છે. સાધના 4 માર્ચ, 2022ના રોજ જ્યારે તે ખરીદી કરવા ગઈ હતી, ત્યારે આશ્રય સ્થાનમાંથી ગુમ થઈ ગઈ હતી. તેનો મૃતદેહ એપ્રિલ 2022માં મળી આવ્યો હતો.સાધનાનો પતિ શા માટે તેની બોડી ન લીધી? આ દંપતીને અલગ થવાનું કારણ શું છે. તેણીને તે પણ શંકાસ્પદ લાગ્યું હતું. સોમવારે તેના અંતિમ સંસ્કાર કર્યા હતા, પરંતુ ન્યાય મેળવવા માટેનો અમારો સંઘર્ષ હવે શરૂ થાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!