કલોલના પટેલ પરિવાર 4 દિવસથી ગુમ છે, 10 દિવસ પહેલાં કેનેડા જવાનું કહીને નીકળ્યા હતા
અમેરીકા- કેનેડા પર ગેરકાયદેસર ઘુસણખોરી મા ગેરકાયદે ઘૂસણખોરી કરનારા 11 લોકોમાંથી એક જ પરિવારના ચાર સભ્ય માઈનસ 35 ડીગ્રી કાતિલ ઠંડીમાં થીજી ગયેલા હોવાની ઘટના સામે આવી હતી. જયારે આ ચારેય વક્તિ ગુજરાતી હોવાનું ચર્ચાઈ રહ્યુ હતુ પરંતુ તેની સત્તાવાર રીતે માહિતી મળી નહોતી. કુલ 11 લોકો માથી 4 લોકો ના મોત થયા હતા જયારે 7 લોકો ની પકડી લેવામા આવ્યા હતા.
આ ઘટના બાદ ખોટા ગેરકાયદે સ્ટુડન્ટ વિઝા અપાવી ઘૂસણખોરી કરાવનાર ફ્લોરિડાના એજન્ટની ધરપકડ કરવામા આવી હતી જેનુ નામ સ્ટીવ શેન્ડ હતુ. આ એજન્ટ ની ઘરપકડ બાદ અન્ય એજન્ટોના નામ સામે આવે અને માનવ તસ્કરી નુ મોટુ રેકેટ સામે આવે તેવી શક્યતા રહેલી છે જયારે ગેરકાયદે ઘૂસણખોરી કરતાં પકડાયેલા આ સાત લોકો માણસા, ગાંધીનગર અને કલોલ તાલુકાના રહેવાસી હોવાની આશંકાઓ છે.
આ ઘટના બાદ મૃતકો ગુજરાત ના ગાંધીનગરના ડિંગુચાનો અને કલોલમાં રહેતો એક પટેલ પરિવાર હોવાની વાત ચર્ચાઈ રહી હતી ત્યારે દિવ્ય ભાસ્કર ના અહેવાલ થી જાણવા મળ્યુ હતુ કે પટેલ પરિવાર 4 દિવસથી ગુમ છે, પુત્ર 10 દિવસ પહેલાં કેનેડા જવાનું કહીને નીકળ્યો હતો. પરિવારના સભ્ય સુરેશભાઈએ જણાવ્યું હતું કે અમે એમ્બેસીમાં સંપર્ક કરી રહ્યા છે. સોમવારે હકીકત જાણવા મળશે.
લાપતા થયેલા વક્તિની વાત કરવા મા આવે તોજગદીશભાઈ બળદેવભાઈ પટેલ અને તેમના પત્ની વૈશાલીબેન અને પુત્રી વિહંગા અને પુત્ર ધાર્મિક દસ બાર દિવસ અગાઉ અમેરિકા જવા માટે રવાના થયા હતા. જયારે તેવો બે મહિના પહેલાં જ કલોલ રહેવા આવ્યા હતા. હવે ચાર મૃત્યુ પામેલ વક્તિ કોણ છે એ માહીતી જયારે સત્તાવાર રીતે મળે ત્યારે જ ખબર પડી શકે કે ખરેખર ગુજરતી પરીવાર હતો કે કેમ ?