ન્યુઝીલેન્ડ મા પટેલ યુવાનની ચપ્પુ ના ઘા ઝીકી કરપીણ હત્યા થઈ ! મુળ નવસારી ના આ ગામનો વતની હતો યુવાન
વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો વિદેશમાંથી અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં આપણા મૂળ ગુજરાતીઓને મૌતને ઘાટ ઉતારી દેવામાં આવતા હોય છે. એવામાં હાલ આવી જ એક હત્યાની ઘટના સામે આવી છે જેમાં ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં રહેતા મૂળ ગુજરાતના પટેલ યુવકને લૂંટારુએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી મૌતને ઘાટ ઉતારી દીધો હતો. બે દિવસ અગાઉ ઓકલેન્ડ ખાતે આવેલ દુકાનમાં લુટેરાઓ ઘુસી ગયા હતા અને રૂપિયા સહિત માલની લૂંટ ચલાવી હતી. એવામાં આ લૂંટ રોકવા માટે પટેલ યુવકે તેઓ સાથે સંઘર્ષ કર્યો હતો જેમાં લુટેરાઓએ તેઓનો આ હાલ કર્યો હતો.
જણાવી દઈએ કે મૃતક યુવકનું નામ જનક કાળીદાસભાઈ પટેલ(ઉ.વ.36) છે જે મૂળ જલાલપોર તાલુકાના મરોલી કાંઠા વિસ્તાર નજીક આવેલ વડોલીગામનો રહેવાસી હતો. હજુ ફક્ત અઢી વર્ષ પેહલા જલાલપોર તાલુકાના નીમલાઈ ગામની રહેવાસી વિજેતા પટેલ સાથે તેના લગ્ન થયા હતા, લગ્ન બાદ કોરોના કાળ આવી જતા બંને ન્યુઝીલેન્ડ જઈ શક્ય હતા નહીં. જે પછી કોરોના થંભી જતા જનક પટેલ અને વિજેતા ન્યુઝીલેન્ડના હેમિલ્ટનમાં સ્થાયી થવા માટે ગયા હતા જ્યા તેઓની બહેન રહેતી હતી જે દુકાન ચલાવીને પોતાનું જીવન ચલાવતી હતી.
આ દરમિયાન ધર્મેશભાઈ મગનભાઈ પટેલ જે દુકાનના મલિક હતા તેઓને પોતાના કુટુંબમાં લગ્ન હોવાને લીધે તેઓ 15 દિવસ માટે નવસારીના કસ્બાપાર ગામ આવ્યા હતા અને પોતાની દુકાન જનક પટેલ અને તેની પત્ની વિજેતાને સોંપી હતી. એવામાં જનક પટેલ અને તેની પત્ની વિજેતા જયારે ઓકલેન્ડની આ દુકાન સંભાળી રહ્યા હતા ત્યારે લૂંટારુઓ દુકાનમાં ઘુસી ગયા હતા અને ચાકુ બતાવીને રોકડ સહિતના માલસામાનની લૂંટ ચલાવી હતી. એવામાં આ લૂંટ રોવકવાનો પ્રયાસ જનકભાઈ કરતા લૂંટારુઓએ તેઓના શરીરના પેટના ભાગે તેમજ પગના ભાગ પર આઠ થી દસ છરીના ઘા ઝીકી દીધા હતા.
છરીના આટલા બધા ઘા વાગતા જ જનકભાઈ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા, આ તમામ ઘટના પત્ની વિજેતાએ પોતાની નજરે જોતા જ તેણે બુમાબુમ કરી દીધી હતી અને લોકોની મદદ માંગી હતી.ફક્ત ગણતરીના સમયમાં જ જનક પટેલનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું, આ ઘટનાને પગલે ન્યુઝીલેન્ડમાં રહેતા મૂળ ગુજરાતીઓમાં ભારે રોશની લાગણી ફેલાય ગઈ હતી અને તમામ લોકોએ એવી માંગ કરી હતી કે આ ઘટનાના આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે. આ ઘટનાના ભણકારા ગુજરાતમાં પણ વાગતા મૃતકના પરિવારજનો શોકમાં ગરકાવ થયું હતું.