સુરત ના 20 વર્ષ ના પટેલ યુવાને તાપી મા ઝંપલાવી મોત ને વ્હાલુ કર્યુ! આત્મહત્યા કરવાનુ કારણ
હાલના સમય મા રોજ ક્યાક ને ક્યાક આત્મ હત્યા ના કિસ્સાઓ સામે આવો રહ્યા છે ખાસ કરી ને મોટા શહેર મા આત્મહત્યા ની ઘટના ઓ સતત સામે આવી રહી છે ત્યારે આ એક ખુબ મોટો ચિંતા નો વિષય કહી શકાય કારણ કે યુવાનો મા મોટા પ્રમાણ મા આત્મહત્યા ના બનાવો બની રહ્યા છે ત્યારે ફરી સુરત શહેર મા આ પ્રકાર ની ઘટના બની છે જેમા એક 20 વર્ષ ના યુવાને તાપી નથી મા ઝંપલાવી મોત ને વ્હાલુ કરી લીધુ હતુ.
ગત તારીખ 5 ના રોજ આ ઘટના બની હતી જેમા નીશીત પટેલ નામના 20 વર્ષીય યુવાને તાપી નથી મા ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. નીશીત પટેલ સુરતના ભીમરાડ વિસ્તારમાં રહેતો હતો અને શ્રી રામ માર્બલમાં કામ કરતો હોવાની પ્રાથમિક વિગતો મળી હતી. જોકે આત્મ હત્યા શા માટે કરી છે તેની ચોક્કસ વિગતો સામે આવી નથી.
આ ઘટના વધુ જાણવા મળ્યુ હતુ કે નીશીતે ગઈકાલ સાંજે કેબલ સ્ટેઇડ બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. આ અંગે ફાયરબ્રિગેડ વિભાગને જાણ થતા તાપી નદીમાં યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પરંતુ કલાંકો ની જહેમત બાદ પણ નીશીત મળ્યો નહતો જ્યારે રાત્રીના સમયે તાપી નથી મા મળવો મુશ્કેલ જણાતા બીજા દિવસે વહેલી સવારે મૃતદેહ પાલ આરટીઓ કચેરીની પાછળના ભાગે તાપી નદી કિનારેથી મળી આવ્યો હતો.
નીશીત પટેલ કોઈ અગમ્ય કારણોસર પોતાની મોટરસાયકલ લઈને કેબલ સ્ટેઇડ બ્રિજ પહોંચ્યો હતો. ત્યારબાદ પોતાનું જીવન ટૂંકાવી દેવા માટે તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. પરીવાર ને આ ઘટનાની જાણ થતા જ પરીવાર દુખ મા ગરકાવ થયો હતો નીશીત ની ઉમર માત્ર 20 વર્ષ હતી
ફાયર વિભાગ દ્વારા યુવકનો મૃતદેહ પોલીસને સોંપવા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે તેના પરિવારજનો સાથે પણ વાતચીત કરીને નિવેદન લેવાના શરૂ કરાયા હતા. પરંતુ કયા કારણસર આપઘાત કર્યો છે. તે અંગે કોઈ નક્કર માહિતી મળી નથી.