અમદાવાદ: પતિએ પત્નીને હોટલમાં અન્ય યુવક સાથે કઢંગી હાલતમાં પકડી લીધી અને પછી જે કર્યુ
અમદાવાદમાં પતિ પત્ની અને વો નો કિસ્સો સામે આવ્યો છે અને તેમાં પતિએ પોતાની જ પત્નીને પ્રેમી સાથે એક હોટલમાં કઢંગી હાલતમાં ખુલ્લેઆમ પકડી પાડ્યા હતા. તે દિવસે પત્નીનો જન્મદિવસ હતો અને તે પોતાના મિત્ર સાથે એક હોટલમાં આવી હતી. આમ તેના પતિને જાણ થતા જ તેના પતિએ તે બંનેને પકડી પાડ્યા હતા, અને ઘણો મોટો હોબાળો થયો હતો. તેની પત્નીએ કહ્યું હતું કે તેનો જન્મદિવસ હતો તેથી તેને હોટલમાં આવવાનું કહ્યું હતું, આમ નરોડા પોલીસ સ્ટેશનને આ બાબતને જાણ થઈ ત્યારે બંને પક્ષે મારા મારી થઈ હતી તથા જાનથી મારી નાખવાની ફરિયાદ પણ તેમને કરવામાં આવી હતી.
સમગ્ર મળતી માહિતી અનુસાર કલોલ ખાતે રહેતા 28 વર્ષના એક યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની અને કડી તાલુકાના તેના એક પ્રેમી સહી ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને તે યુવકે જણાવ્યું હતું કે તે યુવકના મહિલા સાથે છ વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા અને તે યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં નરોડા વિસ્તારમાં જ રહેતી પોતાની પત્ની અને કડી ગામના એક યુવક સહી ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી અને પતિએ જણાવ્યું હતું કે તેની પત્નીના પેલા યુવક સાથે આડા સંબંધ છે અને ચાર વર્ષ પહેલાં જ તે બંને વચ્ચે આ બાબતે ઘણો મોટો ઝઘડો થયો હતો અને તેની પત્ની રિસાઈને પિયરમાં પણ જતી રહી હતી.
જ્યારે તેના પત્નીને અન્ય પુરુષ સાથે સંબંધ છે, તેવી પતિને બાતમી મળી હતી, અને તે અન્ય પુરુષ સાથે નરોડા રીંગરોડ પર એક હોટલમાં તેનો જન્મદિવસ ઉજવવા માટે આવી છે, આમ તેને જાણ થતા જ પોલીસને જણાવ્યું હતું અને પોલીસ સાથે જ તે હોટલમાં ગયો હતો ત્યાં હોટલમાં રચાઈને જ તપાસ કરી ત્યારે તેના પ્રેમી સાથે તેની પત્ની પઢંઘી હાલતમાં મળી હતી આમ પ્રેમી સાથે તેની પત્નીએ ફરિયાદીને કહ્યું હતું કે તું અહીં કેમ આવ્યો છે અને તું અહીંથી જતો રહે નહીં તો તને હું જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી તથા તે ફરિયાદી યુવકના ગાલે લાફા ઝીંક્યા હતા.
આમ પતિએ પત્ની સામે ફરિયાદ કરતા જ પત્નીએ પણ ફરિયાદ નોંધાવી હતી કે તેનો જન્મદિવસ હતો અને તે પોતાના મિત્ર સાથે હોટલમાં આવી હતી, આમ આરોપી પતિએ હોટલમાં આવીને કહ્યું હતું કે તું બીજા પુરુષ સાથે હોટલમાં કેમ આવી છે? તેવું કહીને ખૂબ જ મારી હતી, અને ઘણો મોટો હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ તેને મારી નાખીશ તેવી પણ ધમકી આપી હતી.
