Gujarat

માત્ર 4 હજાર રૂપિયાના લીધે પાટીદાર યુવાન ની કરપીણ હત્યા કરી દેવામા આવી ! હત્યા કરનાર…

હાલ ના સમય મા રાજ્ય મા સતત ગુનાહિત પ્રવૃતિ મા સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને મોટા શહેરો મા લુટ , હત્યા, ચોરી જેવા ગુનાઓ નુ પ્રમાણ સતત વધી રહ્યુ છે ત્યારે રાજકોટ શહેર મા એક ચકચાર મચાવી દે તેવી ઘટના સામે આવી છે જેમા એક પાટીદાર યુવાન પર જાહેર મા છરી ના ઘા ઝીકાયા હતા જ્યારે સારવાર બાદ આ પાટીદાર યુવાન નુ મોત થયુ હતુ.

આરોપી ની તસવીર

ઘટના અંગે વિગતે વાત કરીએ તો રાજકોટ શહેર મા બે દિવસ પહેલા એક ચકચારી ઘટના ઘટી હતી જેમા રુપીયા ની લેતી દેતી મામલે પાટીદાર યુવાન મૌલિક કાકડીયાની હત્યા નો પ્રયાસ કરવામા આવ્યો હતો જ્યાંર બાદ મૌલિક કાકડીયા ને હોસ્પિટલ ખસેડવા મા આ આવ્યો હતો જ્યા સારવાર દરમ્યાન બે દિવસ બાદ તેનુ મોત થયુ હતુ.

ઘટના અંગે જાણવા મળેલ વિગતો મુજબ મૃતક મૌલિક કાકડીયાએ હાર્દિકસિંહને ₹4,000 ઉછીના આપ્યા હતા. જે રૂપિયાની ઉઘરાણી કરતાં હાર્દિકસિંહ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના મિત્ર દિપ સાથે મળીને મૌલિક કાકડીયા પર તૂટી પડ્યો હતો. આ ઘટના રાજકોટ શહેરના અમીન માર્ગ પર બુધવારના રોજ સાંજના સમયે જાહેર મા બની હતી ઘટના મા મૌલિક બચાવવા જતા મિત્ર દિવયેશને પણ ઈજાઓ પહોંચી હતી.

આ ઘટના જાહેર મા બનતા લોકો ના ટોળા એકઠા થતા બન્ને આરોપી નાસી ગયા હતા જ્યારે મૌલિક ને ખાનગી હોસ્પિટલ મા સારવાર માટે ખસેડવા મા આવ્યો હતો જ્યારે આજે તેનુ મોત થયુ હતુ. ઘટના સ્થળ પર દોડી ગયેલી પોલીસે તાત્કાલિક અસરથી આરોપીઓને પોતાના સકંજામાં લીધા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનના પિતાની ફરિયાદના આધારે પોલીસે હાર્દિકસિંહ જાડેજા તેમજ દીપ લાઠીયા વિરુદ્ધ આઈપીસીની કલમ 307, 326, 323, 324, 504, 188 તેમજ 114 હેઠળ ગુનો નોંધ્યો હતો. જ્યારે મૌલિક ના મોત બાદ 307ની જગ્યાએ 302ની કલમનો ઉમેરો કર્યો છે.

મૃતક મૌલિક ની વાત કરવામા આવે તો ઉર્ફે ભોલો તરીકે જાણીતો છે જ્યારે એક બહેન બે ભાઈના પરિવારમાં મોટો છે અને તે આજીડેમ ચોકડી પાસે કારખાનામાં ઇમિટેશનનું કામ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!