આ પાટીદાર મહીલા ને સલામ ! અત્યાર સુધી મા નિસ્વાર્થ 400 બિનવારસી મૃતદેહો ની અંતિમવિધિ કરી ! આવુ કરવા પાછળ નુ કારણ જાણશો તો
આજમાં સમયમાં દરેક ક્ષેત્રમાં સ્ત્રી આગવું સ્થાન ધરાવે છે, આ વાતમાં કોઈ નવીનતા નથી પરંતુ આજે અમે જે મહિલા વિશે વાત કરવાના છીએ એનાં વિશે તો તમે ટાઇટલ વાંચીને જ સમજી ગયા હશો. ખરેખર આ પાટીદાર મહિલા કાર્ય કરી રહી છે એ ખૂબ ક ભગીરથ કાર્ય છે. આપણા હિન્દૂ ધર્મના રીતિ રિવાજ મુજબ અંતિમ સંસ્કાર સમયે મહિલાઓ પુરુષો સાથે સ્મશાન નથી જતી પણ આ બહેન વિશે તમે જાણીને આશ્ચય પામી જશો. ચાલો જાણીએ કે શા માટે તે આવું કાર્ય કરે છે અને તેની પાછળનું હેતુ શું છે?

આજનાં સમયમાં સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ અલ્પા પટેલ. મૂળ ભાદરણના 6 ગામ પાટીદાર સમાજની દીકરી અને નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘના પ્રમુખ અલ્પા પટેલ છેલ્લા કેટલા વર્ષોથી બિન વારસી મૃત્યુદેહને વિધિવિધાનથી મુખાગ્નિ આપી અંતિમ વિધિ કરી રહ્યા છે. અત્યારસુધી અલ્પા પટેલે 400 જેટલા બિનવારસી મૃત્યુદેહની અંતિમવિધિ કરી છે. હવે આવું કાર્ય તેઓ શા માટે કરી રહ્યા છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. આજના સમયમાં ની સ્વાર્થ ભાવે આવી સેવા કરવી એ ખૂબ જ સારી વાત કહેવાય.

અલ્પાબેન નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘ નામની સેવાના ભાવથી સ્વૈચ્છીક સંસ્થા ચલાવે છે. જે સ્ત્રીના સામાજિક જીવનના વિકાસ માટે મદદ કરે છે. વિધવા મહિલાઓને પગભર થવામાં અને પરિણીત મહિલાના સમાજમાં પતિ અને પરિવાર સાથેના કંકાસ રૂબરૂ બંને પક્ષ સાથે કાઉન્સિલિંગ કરી તેને સમાધાન કરવાના પણ પ્રયાસ કરે છે. તેમજ અલ્પા પટેલ છેલ્લા કેટલા વર્ષોથી બિન વારસી મૃતદેહ ને વિધિવિધાનથી મુખાગ્નિ આપી અંતિમ વિધિ કરી રહ્યા છે. અત્યારસુધી અલ્પા પટેલે 400 જેટલા બિનવારસી મૃત્યુદેહની અંતિમવિધિ કરી છે.

અલ્પા પટેલને બિન વારસી મૃત્યુદેહની અંતિમવિધિનો વિચાર તેમની પાસે ભિક્ષુક લોકો જે મળે તેને વાળ કપાવી દાઢી કરાવી સારા કપડાં ચંપલ પહેરાવી તેને તેની જગ્યા પર પરત મૂકી આવતા હતા. પરંતુ તે ભિક્ષુકની તપાસ કરતા તે મૃત્યુ થયેલ સમાચાર જાણવા મળતા અને તેની અંતિમવિધિ વ્યવસ્થિત રીતે ના થઇ હોવાની જાણ થતા અલ્પા પટેલે તમામ બિનવારસી લાશના અંતિમવિધિ કરવાનું કાર્ય ચાલુ કર્યું.

આ કાર્ય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના સીએમ હતા ત્યારે પત્ર લખી તેમના આ કાર્યને બિરદાવ્યું હતું. ત્યાં જ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અવે હાલના મુખમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ અલ્પા પટેલના બિનવારસી લાશને અંતિમવિધિના કાર્યને બિરદાવી અભિનંદન પાઠવેલા છે. હાલમાં જ તેમને આ કાર્ય બદલ એવોર્ડ પણ મળેલ.
