પાવાગઢ શ્રધ્ધા ને અનોખા દૃશયો જોવા મળ્યા! લોકો એ કીધું માતાજી આવ્યા
હાલમાં નવરાત્રીનું પાવન પર્વ ચાલી રહ્યું છે, ત્યારે આસ્થા અને ઉપાસના થકી માતાજી ને રિજવે છે. એ વાત સત્ય છે કે આજમાં સમયમાં માતાજી ઉપર લોકોને અતૂટ શ્રદ્ધા છે અને તેના પરિણામ રૂપે અનેકગણી પ્રાર્થના કરવામાં આવે છે, ત્યારે હાલમાં જ એક દ્ર્શ્ય બન્યું કે આ મહિલા વલને જોતા જ સૌ કોઈને લાગ્યું જાણે સાક્ષત માતાજીનું આગમન થયું હોય. આ દ્રશ્ય અનેક લોકોના હૈયાને સ્પર્શી તો ગયું સાથો સાથ ચોંકાવી પણ દીધા.
વાત જાણે એમ છે કે, હાલમાં જ સુત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યુ છે ત્યારે પાવાગઢ ખાતે નવરાત્રિમાં અદ્ભૂત દ્રષ્યો જોવા મળ્યા હતા. આ દ્રશ્યો જોઈને કોઈપણ ચોકી જાય છે. ખરેખર અસ્થાની સાથો સાથ તમને વિચલિત કરી દે એવા શ્રદ્ધાના દ્રષ્યો પણ જોવા મળ્યા હતા.
હાલમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવરાત્રિ દરમિયાન પાવાગઢ ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું નથી.
માત્ર ભક્તો માં મહાકાળીના દર્શન કરી શકે તે માટે મંદિર પરિસર ખુલ્લુ રાખવામાં આવ્યું છે.માની ઉપાસના રૂપે ગુજરાતીઓ જ નહીં પરંતુ પર પ્રાંતિય શ્રદ્ધાળુઓની શ્રદ્ધાના જીવંત દ્રષ્યો જોવા મળ્યા હતા. તો બીજી તરફ લોકોને વિચલિત કરતા શ્રદ્ધાના દ્રષ્યો પણ જોવા મળ્યા હતા હાલમાં જ બન્યું એવું હતું કે, પાવાગઢ મંદિર ખાતે પર પ્રાંતિય એક મહિલા જીભ પર તલવાર ફેરવતી જોવા મળી હતી. હાથમાં તલવાર લઈ મહિલા ધુણી રહી હતી અને વારંવાર જીભ પર તલવાર ફેરવી રહી હતી.
જાણવા મળ્યું હતું કે, મધ્ય પ્રદેશના ધાર જિલ્લાની એક મહિલા મહાકાળીના દર્શનાર્થે આવી હતી. બન્યું એવું હતું કે, મહિલાને માતાજી આવતાની સાથે જ તે ધુણવા લાગી હતી. હાથમાં તલવાર લીધી અને વારંવાર તે તલવાર મહિલા તેની જીભ પર ફેરવી રહી હતી. મહાકાળી માતાજીની હાજરી બાદ મહિલા આ પ્રકારે પરચા પૂરતી કરે છે. ત્યારે મહિલા જે રીતે અટ્ટહાસ્ય કરે છે તે જોતા શ્રદ્ધાળુઓને મહાકાળીના દર્શન થયા છે. આ ઉપરાંત દુખિયાના દુ:ખ દૂર કરતા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
એક રીતે જોઈએ તો ખરેખર આજના સમયમાં આ શક્ય પણ છે અને લોકો ભુવાજી અને માતાજી પર વિશ્વાસ રાખે છે અને આ મહિલાને માતાજી આવતા સૌ કોઈ મહિલાને દર્શન કરતા હતા અને આમ જોઈએ તો આ એક આસ્થાનો વિષય છે અને જો માનો તો પથ્થરમાં પણ ભગવાન છે અને અતૂટ શ્રદ્ધા એજ આસ્થાનો વિષય છે અને પાવાગઢના સાનિધ્યમાં અનેક ભકતો મહાકાલીમાં સાનિધ્યમાં આવે છે, ત્યારે આવા ભાવપૂર્વક દ્રશ્યો સર્જાય છે.
