પાવાગઢ પૂનમ ભરવા જતા શ્રદ્ધાળુઓ આ સમાચાર ખાસ વાંચે, ભક્તો માટે આવ્યા આ મોટા સમાચાર…
આ વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ થવા જઈ રહ્યું છે અને આ કારણે ગુજરાતના જગ પ્રસિદ્ધ તીર્થ સ્થાનો બંધ રહેશે તેમજ ખાસ કરીને પાવાગઢના મંદિરમાં દર્શન અંગે ફેરફાર કરવામાં આવ્યો છે.
ચંદ્ર ગ્રહણ ના કારણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર બંધ રાખવા અને દ્વારકાધીશ મંદિરમાં દર્શનના સમયના બદલાવ કરવા અગાઉ નિર્ણય લવાયા બાદ હવે પાવાગઢ મંદિર પણ 28 ઓકટોબરને પુનમના દિવસે બપોર બાદ બંધ રાખવામાં આવશે.
દરેક શ્રદ્ધાળુઓ એ યાદ રાખવું જરૂરી છે કે, આગમી શરદ પૂનમના દિવસે ગ્રહણ હોવાથી પાવાગઢ મંદિર બપોરે 2:30 વાગ્યા પછી મંદિર બંધ રહેશે અને આ ગ્રહણ સંપન્ન થયા બાદ દર્શન કરી શકશે ભક્તો.
29 ઓક્ટોબરે સવારે 8:30 કલાકે મંદિરના દ્વાર ખુલશે. પરિણામે સવારે 8:30 બાદ ભક્તો આરતી અને દર્શનનો લાભ લઇ શકશે. તેવું સત્તાવાર રીતે સામે આવ્યું છે.
તા. 28 ઓક્ટોબરે મધરાત્રીએ વર્ષનું બીજુ અને છેલ્લુ ચંદ્ર ગ્રહણ લાગશે. ખાસ વાત એ છે કે આ ગ્રહણ ભારતમાં જોવા મળશે. આ ગ્રહણ 29 ઓક્ટોબરે સવારે 1.05 મિનિટ પર પ્રારંભ થશે અને રાત્રે 2.24 મિનિટ પર સમાપ્ત થશે.
ભારત ઉપરાંત આ દેશમાં જોવા મળશે ચંદ્ર ગ્રહણ
વર્ષનું છેલ્લુ ગ્રહણ ભારત ઉપરાંત યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રીકા, નોર્થ અમેરિકા, ઉત્તર અને પૂર્વ દક્ષિણ અમેરિકા, હિંદ મહાસાગર, એન્ટાર્કટિકા અને એટલાંટિક મહાસાગારમાં જોવા મળશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.