India

એક બે નહી 75 યુવતી ઓ સાથે આ યુવકે લગ્ન કર્યા અને તેની પાસે એવુ કામ કામ કરાવતો કે…

આપે એવા લોકોને ચોક્કસ જોયા હશે કે, જેમણે એક,બે, કે ત્રણ વાર લગ્ન કર્યા હોય. કેટલાક સમાજમાં આ એક્સેપ્ટ કરી શકાય એવી ઘટના છે. પરંતુ શું અમે આપને કહીએ કે, એક વ્યક્તિ એવો પણ છે કે, જેણે 75 થી વધારે વાર લગ્ન કર્યા હોય. આપ કહેશો કે ન હોઈ શકે. પરંતુ આ વાત સાચી છે. એક વ્યક્તિ એવો પણ છે કે, જણે હકીકતમાં 75 લગ્ન કર્યા છે. જો કે, લગ્નની પાછળ તેના ઈરાદાઓ સારા નહોતા. તે યુવતીઓ સાથે લગ્ન કરીને તેમને વ્યાભીચારના ધંધામાં ધકેલી દેતો હતો.

આરોપી લગ્ન સિવાય ગરીબ ઘરની છોકરીઓને નોકરીની લાલચ આપીને તેમની જાત વેચવા માટે મજબૂર કરતો હતો. તે આ તમામ છોકરીઓને બાંગ્લાદેશથી લાવતો હતો અને જાત વેચવા માટે મજબૂર કરતો હતો. તે આ તમામ છોકરીઓને બાંગ્લાદેશથી લાવીને ભારતમાં વેચી દેતો હતો. છેલ્લા 5 વર્ષોમાં તે 200 થી વધારે બાંગ્લાદેશી છોકરીઓને ભારત લાવીને જાત ધંધામાં ધકેલી દેતો હતો.

હકીકતમાં 11 મહિના પહેલા ઈન્દોર પોલીસે લસૂડિયા અને વિજય નગર વિસ્તારોમાં રેડ કરીને 21 જેટલી બાંગ્લાદેશી છોકરીઓનું રેસ્ક્યુ કર્યું હતું. આ મામલે સાગર ઉર્ફ સૈડો, આફરીન, આમરીન અને અન્ય લોકોના નામ સામે આવ્યા હતા. પોલીસે આ તમામ લોકોને તો પકડી લીધા પરંતુ મુનીર ઉર્ફ મુનીરુલ નામનો આરોપી ફરાર હતો. પોલીસે તેને તાજેતરમાં જ સુરતથી પકડ્યો છે.

પોલીસે જ્યારે આરોપીનની પૂછપરછ કરી ત્યારે ચોંકાવનારા ખુલાસા થયા છે. ઈન્દોર પોલીસે તેના પર 10,000 રૂપિયાનું ઈનામ પણ રાખ્યું હતું. તેણે બાંગ્લાદેશથી ભારત આવનારી મોટાભાગની યુવતીઓ સાથે લગ્ન કર્યા હતા. મુનીરે જણાવ્યું કે, આ એક ખૂબ જ મોટું નેટવર્ક હોય છે. સેક્સ રેકેટ સાથે જોડાયેલો ગીરોહ પહેલા બાંગ્લાદેશ અને ભારતના પોરસ બોર્ડર પર નાળાના રસ્તે યુવતીઓને હિંદુસ્તાન લાવે છે. તે બોર્ડર પાસે નાનકડા ગામમાં એજન્ટ્સ દ્વારા છોકરીઓને મુર્શિદાબાદ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં લઈને આવે છે.

બાદમાં છોકરીઓને પહેલા કોલક્તા અને પછી મુંબઈ લાવવામાં આવે છે. અહીંયા તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે. અને તેમને રહેણી-કરણી અને બોલચાલની રીતે શીખવાડવામાં આવે છે. બાદમાં તેમને ડિમાન્ડના આધારે ભારતના અલગ-અલગ શહેરોમાં મોકલી દેવામાં આવે છે. આ શહેરોમાં સુરત, ઈંદોર, ભોપાલ, ગ્વાલીયર, પુણે, મુંબઈ, બેંગ્લોર જેવા શહેરોનો સમાવેશ થાય છે. મુનીરે એપણ જણાવ્યું કે, બાંગ્લાદેશના એજન્ટ ગરીબ પરિવારની છોકરીઓને ટાર્ગેટ કરે છે. તેઓ તેમને નોકરીની લાલચ આપીને ભારત લાવે છે અને પછી તેમને વ્યાભીચારના ધંધામાં ધકેલી દે છે. ભારત આવવા પર છોકરીઓના જરૂરી દસ્તાવેજ જમા કરી લેવામાં આવે છે. તેમને પૈસા માટે પારકા પુરૂષો સાથે સેક્સ કરવા માટે મજબૂર કરવામાં આવે છે. છોકરીઓ બાંગ્લાદેશની છે કે નહી તેની ઓળખ આ એજન્ટો આંખો દ્વારા કરે છે.

મુનીર પોતે પણ યુવતીઓ સાથે લગ્ન કરીને તેમને ભારત લાવ્યો હતો. તે દર મહિને લગભગ 55 છોકરીઓ લાવતો હતો. આ દરમીયાન તેણે 75થી વધારે લગ્ન અને 200 થી વધારે યુવતીઓની તસ્કરી કરી. અત્યારે પોલીસ મુનીરની વધારે પૂછપરછ કરીને કેસના મૂળીયા સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!