Gujarat

અર્થી અને જનાજો એક સાથે નીકળ્યો! ગુજરાતના આ ગામની ઘટના જાણી તમને આખ મા આસુ આવી જશે..

આ જગતમાં મિત્રતા સૌથી ન્યારો સંબંધ છે. દરેક સંબંધ આપણને જન્મતાની સાથે મળે પરતું મિત્રતા એક એવો સંબંધ છે, જે આપણે જાતે નક્કી કરીએ છીએ. હાલમાં જ પેટલાદના સુંદરા ગામના યુસુફઅલી ઇમામઅલી સૈયદ અને ગોવિંદભાઈ પુંજાભાઈ ઠાકોરની 40 વર્ષ ઉપરાંતની મૈત્રી સમગ્ર પેટલાદ પંથકમાં પ્રખ્યાત હતી. આ બંને જીવ્યા તો સાથે પરતું બંને મર્યા પણ સાથે. જ્યારે ગામમાં થી એકની અર્થી નીકળી તો સૌ કોઇની આંખો નમ થઈ ગઈ.

જીવનના અંત સુધીની મિત્રતા જીવી ગયા પેટલાદના આ બે જીગરી મિત્રો. આખા ગામમાં કોમી એકતાનું પ્રતીક ગણાતા બન્ને મિત્રોનું ગઈકાલે એક અકસ્માતમાં મોત થયું હતું. આ ગમખ્વાર ઘટનાએ સમગ્ર ગામમાં શોકમય માહોલ બનાવી દીધો છે. રામ ધૂન અને દુઆ સાથે બન્ને મિત્રોની સ્મશાનયાત્રા પણ સાથે નીકળતા ગામનાં સૌ કોઇ લોકો ચોધારે આસુંએ રડી પડ્યા હતા.

હિન્દૂ મુસ્લિમ એકતાનું પ્રતીક ગણાતા બન્ને ભાઈબંધ એકબીજાના સુખ દુઃખના સાચા સાથી હતા.જીવનના દરેક કાર્યમાં એકબીજાના પૂરક બની જીવન ગુજરતા બન્ને મિત્રોને મોત પણ સાથે આવ્યું છે .ગોવિંદભાઈ ઠાકોરની ગામમાં ભજીયાની હોટલ આવેલી છે. બંને મિત્રો છેલ્લાં 10 વર્ષથી સાથે હોટલ સંભળતા હતા. આ ઘટના વિશે વિસ્તુતમાં જાણીએ તો તા. 20મી એપ્રિલ બન્ને મિત્રો વહેલી સાડા ચાર વાગ્યાની આસપાસ પરોઢે બોરસદ શાકભાજી લેવા આવ્યાં હતાં.

આ દરમિયાન જ પુર ઝડપે ધસી આવેલી ટ્રકે રિક્ષાને ટક્કર મારી હતી. આ ટક્કરથી રીક્ષામાં સવાર બન્ને મિત્રો યુસુફ અને ગોવિંદભાઈનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ગામજનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બંને સમાજના લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા, જેમાં એક મિત્રની અર્થી નીકળી જ્યારે બીજનો જમાજો ત્યારે આ કરુણ દ્ર્શ્ય સૌ કોઈની આંખમાં આંસુઓ લઈને આવ્યા હતા.સૌથી મહત્વની વાત એ કે, જે મિત્રો જીવનભર સાથ રહ્યા એમની અંતિમ યાત્રાએ સાથે જ નીકળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!