ગર્ભવતી મહિલાનું કાર એક્સિડન્ટમાં થયું મુત્યુ ને આપ્યો દીકરીને જન્મ, પતિ મૃત પત્ની યાદરૂપે દીકરી સાથે કરાવ્યો અનોખો ફોટોશૂટ…
જીવનમાં આપણને વ્યક્તિઓની યાદ ક્યારેય નથી ભુલાતી અને એમાં પણ પોતાના સ્વજનોને ગુમાવ્યા પછી માત્ર તેમની સાથે વિતાવેલ ક્ષણ જ સંભારણું બની જાય છે. આજે અમે આપને એક એવો જ કિસ્સો જણાવીશું જે તમારા હદયને સ્પર્શી જશે. હાલમાં બેબીબમ્પના ફોટો શૂટનો ટ્રેન્ડ વધુ ચાલી રહ્યો છે. ત્યારે આ તસવીરો એટલા માટે શૂટ કરાવે છે કે, જીવનની આ યાદગાર ક્ષણ સદાય અંકબંધ રહે તે માટે કરાવે છે.

ફોટો શૂટ બાદ જ્યારે બાળક આવી જાય છે, ત્યારે ફરી એકવાર પતિ પત્ની અને બાળક ત્રણેય એક સાથે ફોટો શૂટ કરાવે છે. ખરેખર આ ક્ષણ ખૂબ જ યાદગાર હોય છે. આ ખુશી દરેક લોકો અનુભવવા માંગતા હોય છે. હાલમાં જ એક દંપતી સાથે એક દુઃખ ઘટના બની. વાત જાણે એમ છે કે, દંપતિએ બેબી બમ્પનું ફોટો શૂટ કરાવી લીધું પણ વિધિના એવા લેખ હતા કે જ્યારે બાળક આવી ગયું ત્યારે ફોટોશૂટ દરમિયાન તેની માતા હયાત જ ન હતી.
ગ
પત્ની ન ગયા પછી યુવકે એવો ફોટોશૂટમાં કરાવ્યો જે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ તસવીરોમાં એક પિતા અને તેની પુત્રી અને તેની મૃત પત્ની છે. હાલમાં જ એક અહેવાલ મુજબ જાણવા મળ્યુ છે કે, જેમ્સ આલ્વરેઝે તેની 1 વર્ષની પુત્રી એડલિન સાથે મેટરનિટી ફોટોશૂટ ફરીથી બનાવ્યું. જેમ્સે તેની પુત્રી સાથે તે જ જગ્યાએ ફરી પોઝ આપ્યો જ્યાં તેણે તેની પત્ની સાથે ફોટોગ્રાફ કર્યો હતો.

એક વર્ષ પહેલા પત્નીનું અવસાન થયું. જેમ્સની પત્ની યેસેનિયા એગ્યુલાર ચાલવા માટે બહાર ગઈ હતી અને એ દરમિયાન એક કારે ટક્કર મારી હતી અને તે સમયે. યેસેનિયા તે સમયે 35 અઠવાડિયાની ગર્ભવતી હતી. ડોક્ટરોએ સિઝેરિયન કરાવ્યું અને ગર્ભમાં રહેલ બાળકીનો જીવ તો બચી ગયો પણ યેસેનિયાનું અવસાન થયું હતું.

પોતાની 37 વર્ષીય જેમ્સે પત્નીને શ્રદ્ધાંજલિ આપવા માટે આ અનોખું ફોટોશૂટ કરાવ્યું છે અને આ તસવીરો વાયરલ થઈ રહી છે. યુવકે કહેલું કે હું મારી પુત્રીના જન્મદિવસ પર કંઇક ખાસ કરવા સાથે મારી પત્નીને પોતાનો પ્રેમ અને લાગણી આપી.જેમ્સે પોતાની દીકરી એડલિને તેની માતાની જેમ જ એક સુંદર ગુલાબી ડ્રેસ પહેર્યો હતો અને પિતા અને પુત્રી તે જ સ્થળોએ ગયા હતા. જેમ્સે કહ્યું કે બે તસવીરોને એક સાથે જોવી એ તેમના માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી.ખરેખર આ ઘટના ખૂબ જ ભાવુક કરી દે એવી છે.
