એક સમયે PI ની પરીક્ષામાં ફેલ થનાર યુવક આજે Dysp બન્યા,તેમના પિતા પણ.
આજના સમયમાં જે રીતે દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે ,એવી જ રીતે દીકરાઓ પણ હવે પોતાનામાં રહેલ આવડત થકી સફળતાનાં સોપાન સર કરી રહ્યા છે. આજે આપણે એક એવા યુવાન વિશે વાત કરીશું જે જીપીએસસી ની પરીક્ષામાં નપાસ થયેલ પરંતુ મનથી નહીં! આ જ આત્મવિશ્વાસ અને દ્રઢ સંકલ્પ નાં કારણે યુવાન આજે ડી.વાય.એસ.પી બન્યા છે. આ બનવાની સફર સાંભળતા તો સામાન્ય લાગે પરંતુ તેને કંઈ રીતે સફળતા મેળવી એ તો વ્યક્તિ પોતે જ જાણે છે. ચાલો આ યુવાનનાં જીવન વિશે વધુ જાણીએ.
રવિરાજસિંહ પરમાર નામના યુવાન જીપીએસસી પાસ કરીને ડીવાયએસી બન્યા છે. પોલીસના ટેક્નિકલ ડિપાર્ટમેન્ટમાં તેમની માસ્ટરી છે.ચાર વર્ષ પહેલાં કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરનાર રવિરાજસિંહ પરમાર હવે ડીવાયએસપી બની પરિવાર, સમાજ અને ગામનું નામ રોશન કર્યું છે. ખરેખર આ એક ગર્વ અનુભવા જેવી વાત છે. રવિરાજસિંહે જીપીએસસી પરીક્ષામાં 13માં ક્રમાકે પાસ થયા છે. રવિરાજસિંહ પરમારની ડીવાયએસપી સુધીની સફરમાં અનેક સંઘર્ષ કરેલ હતા અને આજે એક સફળતા ની મંજિલે પોહચ્યાં છે.
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકના મુંજપર જામ ગામના વતની રવિરાજસિંહના પિતા પણ પોલીસમાં ફરજ બજાવે છે. તેમના મોટાબાપુ કનકસિંહ પીઆઈ તરીકે સેવા આપી રહ્યા છે. પરિવારના સભ્યો પોલીસ વિભાગમાં હોવાથી તેમને પોલીસની નોકરીમાં જવાની ઈચ્છા હતી. પરિવારે તરફ થી પ્રેરણા મળી અને તેમણે ધોરણ-12 સાયન્સ પ્રવાહમાં અભ્યાસ કર્યા બાદ વર્ષ 2017માં ઈલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું હતું.
રવિરાજસિંહ પરમાર રાજકોટમાં પાંચ વર્ષ પૂર્વે 2017માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે સિલેક્ટ થયા હતા. અહીં તેમને ડાયરેક્ટ ક્રાઈમ બ્રાંચમાં ટેકનિકલ સેલમાં ફરજ કરવાની તક મળી હતી. અહીં તેઓ સીડીઆર એનેલાઈઝર તરીકે મુખ્ય કાર્ય કરતાં હતા. પોલીસની ટ્રેનિંગ દરમિયાન તેમને બેસ્ટ કેડેટ ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો હતો.
જોકે રવિરાજસિંહની મંઝીલ કંઈ ઔર જ હતી. તેમણે ઉચ્ચ પરીક્ષાઓની તૈયારી ચાલુ રાખી હતી. વર્ષ 2018માં તેમણે પીઆઈની પરીક્ષા આપી હતી, જોકે તેઓ 10 માર્કના અંતરથી રહી ગયા હતા. જોકે રવિરાજસિંહે હિંમત હાર્યા વગર મહેનત ચાલુ રાખી હતી. ગયા વર્ષે કોન્સ્ટેબલના પદ પરથી રાજીનામુ આપી ટેક્સ ઈન્સ્પેક્ટરની નોકરી સ્વિકારી હતી. તેમને અંકલેશ્વરમાં ટેક્સ ઈન્સ્પેક્ટર તરીકે પોસ્ટિંગ મળ્યું હતું. આખરે તેમની સફળતા ની સફરમાં તેઓ અટક્યા નહિ અને જીપીએસસી ની પરીક્ષા આપીને 13માં ક્રમાંક પર આવ્યા. આજે તેઓ ડી.વાય.એસ.પી બન્યા છે.
