બાળપણ મા જ પિતા ની છત્રછાયા ગુમાવનાર દિકરી કમર્શિયલ પાયલટ બની ! માતા એ પણ…
આ જગતમાં મા થી મોટું કોઈ નથી અને આમ પણ કહેવાય છે ને કે,ઈશ્વર આ જગતમાં નારી ને જે શક્તિ આપી છે, તેનાં થકી તે જગતનું કલ્યાણ કરી શકે છે. આજે અમે આપને એક ઉત્તમ ઉદાહરણ બતાવીશું. આ ઘટના એવી છે કે, બાળપણમાં જ પિતા ની છત્રછાયા ગુમાવનાર દિકરી કમર્શિયલ પાયલટ બની ! માતા એ પણ જે કર્યુ તે જાણીને તમને આશ્ચય થશે અને તમે આ માતાને વંદન કરશો.ખરેખર આ ઘટના ખૂબ જ પ્રેરણાદાયી છે.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ખુશ્બુ પરમાર નામની એક યુવતીએ પોતાની માતા નું સપનું સાકાર કરીને અથાગ પરિશ્રમ થકી સફળતા ન શિખરો સર કર્યા. બાળપણમાં પિતાનું છત્ર ગુમાવી પણ માતાએ ભણાવી અને કમર્શિયલ પાઇલટ બનાવી છે. જેમાં ગુજરાત સરકારે આપેલી આર્થિક સહાયરૂપી પાંખથી સફળતા મેળવી અને આજે આ ઊંચે ગગનમાં ઉડાન ભરી.ગુજરાત સરકાર યુવાઓને કારકિર્દી ઘડવામાં સરકારની વિશેષ યોજનાઓ સામાજિક વિકાસમાં મહત્વનો ફાળો આપે છે.
વડોદરાના મધ્યમવર્ગ પરિવારમાં ઉછરેલી 28 વર્ષીય ખુશ્બુ અંબાલાલ પરમારનું બાળપણથી સપનું હતું આકાશમાં ઉડવાનું. નાનપણમાં પિતાના અવસાનને પરિણામે નબળી આર્થિક પરસ્થિતિ ખુશ્બુના સપનાઓ મરી પડ્યા પણ માતા એક છાત્રાલયમાં ગૃહમાતા તરીકે નોકરી કરી અને ધોરણ 12 સાયન્સ સુધી લગનથી અભ્યાસ કરાવ્યો. ખુશ્બુનું દૃઢ મનોબળ, પરિશ્રમ અને ગુજરાત સરકારની કમર્શિયલ પાઇલટ લાઇસન્સ યોજના.
તેનું સપનું સાકાર કરવામાં જોડાઈ ગયા.ગુજરાત સરકારની યોજના હેઠળ રૂ. 24,72,000ની લોન દ્વારા ખુશ્બુનું કમર્શિયલ પાયલટ લાયસન્સ મેળવવાનુંઅને ઉજ્જવળ કારકિર્દી ઘડવાનું સફળ થયું. તદુપરાંત, ખુશ્બુની હાલમાં એક નામાંકિત એરલાઈન કંપનીમાં અસિસ્ટન્ટ પાયલટ તરીકે પસંદગી થઈ છે.કમર્શિયલ પાઇલટ લાઇસન્સ મેળવનાર ખુશ્બુ યુવાઓ માટે પ્રેરણાદાયી બની છે.ખરેખર આ જીવનની સફળતામાં સૌથી મોટો જો ફાળો હોય તો તેમની માતા નો જેમણે પોતાની દીકરી નાં સપના ને પૂરું કરવા પોતાનું જીવતર રેડી દીધું .
ઉચ્ચ અભ્યાસ કરાવ્યો. દીકરી પણ પોતાની મા ની મહેનત વેડફી નહિ અને ખૂબ જ સફળતા મેળવી અને સરકારની યોજના દ્વારા આર્થિક સહાય મેળવીને તેણે કમર્શિયલ પાઇલટ લાઇસન્સન્સન્સ મેળવ્યું અનવ આજે તે યુવાઓ માટે પ્રેરણાદાયી બની દેશના યુવાધનને સતત પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. આ ઘટના દરેક યુવાનો માટે ઉત્તમ સંદેશ છે કે, જો તમે જીવનમાં કંઈ પણ કરવાનું ધારી લો તો એ સપનું હકીકત બનતા વાર નહિ લાગે.