Entertainment

અમેરિકામાં પિનલ પટેલની ધોળા દિવસે ધડાધડ ગોળીઑ મારી હત્યા કરાઇ, આરોપીએ પત્ની અને દીકરી સાથે……

ગુજરાતીઑ આજે વિદેશમાં રહેવાનું વધુ પસંદ કરે છે અને આપણે પણ જાણીએ છે કે દેશના ખૂણે ખૂણે ગુજરાતીઑ વસી રહ્યા છે અને સાથોસાથ એવા વિદેશની ધરતી પણ રાજ પણ કરી રહ્યા છે પરંતુ અનેક દેશોમાં ગુજરાતીઑ પર જીવલેણના હુમલાઑ થાય છે. હાલમાં જ આવો એક બનાવ સામે આવીઑ છે, જેમાં આણંદના પરિવાર પર જીવલેણ હુમલો થયેલ છે.

આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, અમેરિકાના એટલાન્ટા સીટીમાં રહેતા કરમસદના યુવકની હત્યા થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પરિવારના ત્રણ લોકો ઉપર અશ્વેત લૂંટારુઓએ હુમલો કર્યો હતો. પરિવાર બહારથી ઘરે પરત આવતા ઘરમાં જ લૂંટારુઓએ હુમલો કર્યો હતો.

લૂંટ કરવા આવેલા અશ્વેત લૂંટારુઓએ ઉપર ઉપરી ફાયરિંગ કરી ઘટનાને અંજામ આપ્યો હતો. આ પહેલા પણ અમેરિકામાં લૂંટના ઈરાદે ઘણા ગુજરાતીઓ પર હુમલા કરવામાં આવી ચૂક્યા છે. જાણીને આંચકો લાગશે કે, આ હુમલામાં મૂળ કરમસદના પીનલ પટેલનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. આરોપીઑએ પીનલ પટેલના પત્ની અને દીકરી પર હુમલો કરેલ પરંતુ સદનસીબે તેઓ બને બકહી ગયેલ પરંતુ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા છે.

તમને જણાવી દઇએ કે આ હત્યા લુંટ કરવા આવેલ અશ્વેત લૂંટારુઓએ કરેલ જેણે ઉપર ઉપરી ફાયરિંગ કરીને લુંટની ઘટનાને અંજામ આપ્યો હતો. મુળ કરમસદના વતની પીનલભાઈ પટેલની ઉંમર 52 વર્ષની હતી. જ્યારે તેમના પત્ની રુપલબેન પીનલભાઈ પટેલની ઉંમર 50 વર્ષની છે. આ ઉપરાંત તેમની દીકરી ભક્તિ પીનલભાઈ પટેલ ઉંમર 17 વર્ષની છે. હાલમાં તેમના પરિવારજનોને જાણ થતાં વતનમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે માં દીકરી નોંધારા થઈ ગયા, આપણે ઈશ્વરને પ્રાથના કરીએ કે બંને જલ્દી સ્વસ્થ થઈ જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!