India

પી.એમ મોદીની સુરક્ષામાં મા મેબેક મર્સીડિઝ કાર નો વધારો ! જાણો કાર ની ખાસિયત

ભારત દેશના પી એમ નરેન્દ્ર મોદી સાથે હંમેશા કાર અને સુરક્ષા જવાનો નો કાફલો જોવા મળે છે જે હંમેશા દેશ ના પી.એમ ની રક્ષા કરે છે. જયારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ના સી.એમ હતા ત્યારે બુલેટપ્રુફ સ્કોર્પિયોનો ઉપયોગ કરતા હતા અને આ અંગેનો નિર્ણય સ્પેશ્યલ પ્રોટેક્શન ગૃપ કરે છે.

ત્યારે હવે દેશ ના પી.એમ ની સુરક્ષામા વધારો થયો છે. ૧૨ કરોડના ખર્ચે બુલેટ-બોમ્બ પ્રૂફ મેબેક મર્સીડિઝ ખરીદાઈ છે. આ કાર નુ નામ મર્સીડીઝ મેબેક-650 છે અને તાજેતરમા જ દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી મેબેક 650માં પહેલી વખત હૈદરાબાદ હાઉસમાં જોવા મળ્યા હતા. આ કારની વાત કરવામા આવે તો ખુબ ખાસીયત તો ભરેલી છે. કાર ના અતી આધુનિક ફીચર છે અને સુરક્ષા ના મામલા પણ નંબર વન કહી શકાય.

વિશ્વ ની કોઈ પણ કાર મા આ કાર જેવુ પ્રોટેક્શન આપવામા આવ્યુ નથી. મર્સીડીઝ મેબેક એસ650 ગાર્ડ વીઆર10 અતી આધુનિક કાર માથી એક છે. જો આ કાર ની કીંમત ની વાત કરવામા આવે તો આ કાર ભારત મા ગયાં વર્ષે લોંચ કરવામા આવી હતી ત્યારે આ કાર ની કીંમત 10.9 કરોડ જેવી હતી. ત્યારે હાલ ની કીંમત 12 કરોડ આસપાસ હોઈ શકે.

આ કાર ની મહતમ ઝડપ ની વાત કરવામા આવે તો 190 કી.મી / કલાંક છે. આ ઝડપ ઇલેક્ટ્રોનિકલી રિસ્ટ્રિક્ટેડ છે. ટાયરને કોઈપણ પ્રકારનું નુકસાન થાય કે પંચર પડે તેવી સ્થિતિમાં પણ તે ૩૦ કિ.મી. જઈ શકે છે. આ કાર ની સુરક્ષા માટે એટલે ખાસ માનવા મા આવ છે કારણ કે આ કાર પણ ગોળીઓ નો સામનો કરી શકે છે અને સંપુણ કાર બુલેટ પ્રુફ છે.  કારમાં સવાર લોકો બે મીટર દૂરથી થતાં 15 કિલો ટીએનટી વિસ્ફોટથી પણ સલામત છે. 

જો વધુ મા આ કાર અંગે વાત કરવામા આવે તો
આ કાર મુખ્યત્વે ફ્લેટ ટાયરો પર ચાલે છે, જે નુકસાન થવાની સ્થિતિમાં ટાયરોને સપાટ કરી દે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!