આ જિલ્લાના એક સાથે 54 પોલીસકર્મીઓની બદલી કરતા સોપો પડી ગયો ! જીલ્લા પોલીસવડા નો…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસોની બદલી થઈ રહી છે, ત્યારે હાલમાં જ ફરી એકવાર ચોંકાવનાર માહિતી આવી છે. આ પહેલા ગૃહ વિભાગ દ્વારા બદલીના હુકમો લેવામાં આવ્યા હતા પરંતુ સુરેન્દ્રનગર પણ કર્મચારીઓની બદલી થવાની જ હતી. હાલમાં જ સૂત્ર મુજબ જાણવા મળ્યું છે કે, સુરેન્દ્રનગર ડીએસપીએ એક સાથે 54 પોલીસ કર્મચારીઓની અરસ પરસ બદલીના ઓર્ડર કર્યા હતા.
આ ઘટનાને કારણે પોલીસ વિભાગમાં સોપો પડી ગયો છે.
જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીની પરિવારીક મુશ્કેલી, એક જગ્યાએ લાંબા સમયથી નોકરી સહિતની બાબતોને ધ્યાને લઇને ડીએસપી હરેશ દૂધાતે ઓર્ડરલી રૂમમાં બોલાવીને પોલીસની વાત સાંભળીને 54 પોલીસના ઓર્ડર કર્યા હતા. આ પોલીસ બદલીમાં એમટીના ભરતભાઇ કાનજીભાઇની દસાડા, ચોટીલાના જનકસિંહ ઝાલા, ટ્રાફિકમાં, પોલીસ હેડક્વાટર વિષ્ણુભાઇ જયંતીભાઇની બી-ડિવિઝન, સીટી એ ડિવિઝનના હમીરભાઇ સોલંકીની દસાડા, પાણશીણાના દેવવ્રતસિંહ પરમારની એમટી સુરેન્દ્રનગર,
એમટી સુરેન્દ્રનગરના દેવજીભાઇ ખાવડીયાની પાણશીણા, પાણશીણાના મેહુલભાઇ મકવાણાની ચોટીલા, પોલીસ હેડક્વાટરના નિમિષાબેન કપુરીયાની હેડક્વાટર રિડર શાખા, પોલીસ હેડક્વાટરના અશોકસિંહ પરમારની જોરાવરનગર, પોલીસ હેડ ક્વાટરના હરપાલસિંહ પરમાર મૂળી બદલી કરવામાં આવી છે.
આ સિવાય અન્ય પોલીસોમાં સાયલાના નીતીનદાન મોડની જોરાવરનગર, સીટી એ-ડિવિઝનના ગૌરાંગભાઇ ચાવડાની સીટી બી ડિવિઝન, સીટી એ-ડિવિઝનના વનરાજભાઇ જાદવની જોરાવરનગર, ઝીંઝુવાડા સલીમબક્ષ ઘોરી સીટી એ-ડિવિઝન, પાણશીણાના પૃથ્વીરાજસિંહ સોલંકીની પાણશીણા એસડીપીઓ લીંબડી, પોલીસ હેડક્વાટરના શક્તિસિંહ વાઘેલાની સીટી બી-ડિવિઝન, પોલીસ હેડક્વાટરના બીપીનભાઇ ડાભીની ધ્રાંગધ્રા તાલુકા,
જોરાવરનગરના ભારતીદેવી બોરીયાની વઢવાણ, બજાણાના અસલમભાઇ ચૌહાણની દસાડા, ધ્રાંગધ્રા તાલુકાના માવજીભાઇ કોરડીયાની દસાડા, બજાણા વિજસિંહ ઝાલાની ધ્રાંગધ્રા તાલુકા, પાટડી હિતેષભાઇ સોળમીયાની સાયલા, સીટી એ-ડિવિઝનના પ્રવિણભાઇ પરમારની જોરાવરનગર, ધજાળા દોલા ખાતે બદલી કરાઇ હતી. હાલમાં આ નિર્ણયથી ઘણા પોલીસમાં ખુશીઓનો માહોલ જોવા મળ્યો હશે, જ્યારે અનેક પોલીસમાં આ ઘટના ચિંતા જનક બની હશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.