ચુટણી પહેલા ભાજપ ના પુર્વ દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટી મા જોડાયા ! દિલ્હી જઈને કેજરીવાલ…
હાલમાં જ ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે હાલમાં જ ચુટણી પહેલા ભાજપ ના પુર્વ દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટી મા જોડાયા ! આ ઘટના અંગે જાણવા મળ્યું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. વાત જાણે એમ છે કે,નેતાઓ અને પૂર્વ નેતાઓ એક પાર્ટી છોડી બીજી પાર્ટીમાં જોડાતા હોય છે.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, આમ આદમી પાર્ટીમાં ગીર-સોમનાથ જિલ્લાના મોટા રાજકીય અને સામાજિક આગેવાન જોડાયા છે. આ વ્યક્તિ આપમાં જોડાતાં જ સૌ કોઈ માટે ચર્ચાનો વિષય બન્યો છે. ટ્વિટર પરથી જાણવા મળ્યું છે કે, ભાજપના પૂર્વ નેતા જગમાલ વાળા વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જગમાલ વાળાએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી હતી.
આ કારણે આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ ગૌરી દેસાઈ અને સંસ્થાપક સદસ્ય કિશોર દેસાઈએ ખેસ અને ટોપી પહેરાવી સ્વાગત કર્યું હતું. જગમાલ વાળા વર્ષ 1990થી જનતાદળમાં જોડાયેલ પછી કોંગ્રેસમાં જોડાયો પણ મદદ ન કરી. વાજપેયીજીના કહેવાથી ભાજપમાં જોડાયો. મારે દેશની સેવા કરવી છે. મેં 20- 21 વર્ષ સુધી ભાજપમાં રહ્યાં બાદમાં મેં ભાજપ છોડી અને 2012માં અપક્ષ લડ્યો.
જગમાલ વાળાએ મીડિયા દ્વરા જણાવેલ કોંગ્રેસનું નામો નિશાન મટી ગયું છે. ભાજપ- કોંગ્રેસ ધર્મના નામે છે. બંને પક્ષો એકબીજા સાથે મળેલા છે. કેજરીવાલ સબકા સાથ સબકા વિકાસ કરે છે. અમે સૌરાષ્ટ્રની 40 પર સીટો લડી અને જીતાડીશું. પોરબંદર, જૂનાગઢ અને સોમનાથ જિલ્લાની જીતાડવાની જવાબદારી આપી છે. ખરેખર જોવાનું એ રહ્યું કે, હવે આગળ જતાં રાજકારણમાં શુ નવા દાવપેચ લગાડેલ હોય એ તો સમય આવે ત્યારે ખબર પડશે.