ઝાલોદનાં પોલીશ સ્ટેશનના કોન્સ્ટેબનું થહુ રોડ અકસ્તમાત મોત! કેસ અંગે તપાસ કરવા નીકળ્યા હતાને ત્યાં જ…
ગુજરાત રાજ્યમાં રોડ અકસ્તમાતનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, ત્યારે હાલમાં જ એક એવો ગંભીર અકસ્તમાત સર્જાયો કે, જેના લીધે ઝાલોદ પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનું દુઃખ નિધન થયું. આ ગંભીર ઘટના કંઈ રીતે બની, તેના વિશે સંપૂર્ણ માહિતી જાણીએ. હાલમાં જ સુત્ર દ્વારા મળેલી માહિતી મુજબ જાણવા મળ્યું છે .દાહોદના ઝાલોદથી લીમડી વચ્ચે કાર અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પોલીસ જવાનનું મોત નીપજ્યું હતું.
આ અંગે પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી. વાત જાને એમ છે કે, આ ઘટનામાં ઝાલોદ પોલીસ મથકમાં કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા મનોજ માલિવાડ કેસ અંગેની તપાસ માટે પોતાની ખાનગી કાર લઈ ને ઝાલોદથી લીમડી તરફ જતાં હાઇવે ઉપર નીકળ્યા હતા.
આ દરમિયાન જ બાયપાસ નજીક કાર ઓવરટેક કરતી વખતે અચાનક પુરપાટ ઝડપે સામેથી ક્રૂઝર ગાડી આવી જતાં કાર અને ક્રૂઝર ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પોલીસ કર્મીને ગંભીર ઇજાઓ પહોચતા તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું.
આ ઘટનાની જાણ થતાં જ તેમના પરિવારજમો અને પોલીસ સ્ટેશનમાં દુઃખ વાતાવરણ છવાઈ ગયું હતું. ખરેખર રોડ પર વાહન ચલાવતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે કારણ કે, દિવસે ને દિવસે આવી ઘટનાઓ બને છે, જેમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવી દે છે. આ ઘટનાને લીધે પોલીસ જવાન પળભરમાં પોતાનો જીવ ગુમાવી દીધો.આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે મૃતકની આત્માને શાંતિ મળે.