ગુજરાત પોલીસ બેડા મા શોક નુ મોજુ ફરી વળીયું ! ASIનું ચાલુ ફરજે હાર્ટ એટેક થી મોત થતું….
હાલ ના સમય મા સૌથી ચિતાકારક જો કોઈ વિષય હોય તો એ છે હાર્ટ એટેક ની સમસ્યા નો આપણે સૌ જોઇએ છીએ કે કોરોના કાળ બાદ બાદ હાર્ટ એટેક ની ઘટના ઓ મા સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે વર્ષ ના સમય ગાળા મા હાર્ટએટેક ના બનાવો નુ પ્રમાણ ખુબ જ વધી રહ્યુ છે જેમા મોટા સ્ટાર્સ પણ બાકી નથી રહ્યા અને ખાસ કરીને યુવાનો મા હાર્ટ એટેક ની ઘટના ઓ વધુ બની રહી છે.
જ્યારે હાલ જ મળતા સમાચાર મુજબ રાજુલા પોલીસ મથકમા ફરજ બજાવતા એએસઆઇ મનુભાઇ સુરીંગભાઇ મેંગળ (ઉ.વ.45)નુ હાર્ટ એટેક ના કારણે મોત થયું હતુ. મનુભાઇને એટેક ત્યારે આવ્યો હતો જ્યારે તેવો ફરજ પર હતા. તેમના છાતી મા દુખાવો થતા તેવો ને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ એ છસેડવા મા આવ્યા હતા જ્યા હાજર તબીબે તપાસ કરી તેને મૃત જાહેર કર્યા હતા.
ઘટના પગલે સમગ્ર પોલીસ બેડા મા શોક નુ મોજુ ફરી વળીયું હતુ જ્યારે ઘટના ની જાણ થતાકોંગી ઉમેદવાર અંબરીશભાઇ ડેર સહિત આગેવાનો દવાખાને દોડી ગયા હતા. મનુભાઇ સુરીંગભાઇ મેંગળ નુ મુળ વતન બાબરીયાધાર હોવાથી મૃતદેહ ને વતન લઈ જવામા આવ્યો હતો અને ડીવાયએસપી હરેશ વોરા સહિત પોલીસ જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.