લગ્ન પ્રસંગ બાદ પરત ફરી રહેલા પોલીસ જવાન નુ રોડ અક્સમાત મા કરુણ મોત નિપજ્યું !
હાલમાં રોડ અકસ્તમાતના બનાવ બહુ બને છે, ત્યારે હાલમાં જ એક પોલીસ જવાન સાથે પણ આવી જ એક દુઃખ ઘટના બની અને જેનાં લીધે આ પોલીસ જવાને પોતાના પ્રાણ ગુમાવતા તેમના પરિવાર જનોમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું હતુ.ખરેખર આ ઘટના કંઈ રિતે બની લતમામ માહિતી થી અમે આપને માહિતગાર કરીશું, જેથી આપ જાણી શકશો કે, આખરે આ દુઃખ ઘટના કંઈ રીતે ઘટી.
કહેવાય છે ને કે, મુત્યુ ક્યારે જીવનના દ્વારે આવીને ઉભું રહી જાય એ કોઈ નથી જાણતું. આ જવાન સાથે બસ આવું જ થયું. તેઓ પરિવારીવાર્ના લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા અને બસ ત્યારે જ આ દુઃખ ઘટના બની ગઈ, જેના લીધે આ જવાન પોતાના પ્રાણ ગુમાવવા પડ્યા હતા. સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવા મળ્યું હતું કે, દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસ સ્ટેશનામાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મિનેષભાઈ કનુભાઈ ડામોરનું અકસ્માતમાં મોત થયું હતું.
મળેલી માહિતી મુજબ જાણવા મળ્યું હતું કે ,લગ્ન પ્રસંગ માંથી તેઓ પોલીસ સ્ટેશન જઈ રહ્યા હતા અને આ જ દરમીયાન ત્કરોડીયાના ગલાલપુરા પાટિયા પાસે આ અકસ્માત સર્જાયો હતો. ફતેપુરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે તેમના પરિવાર અને પોલીસ વિભાગમાં જાણ થતાં જ દુઃખદ લાગણીઓ છવાઈ ગયા હતા.પરિવારજનો માટે જીવન ભરનો અફસોસ રહી જશે કે જો તેઓ આ પ્રસંગમાં ન ગયા હોત તો આજે આ દુઃખની વેળા ન આવી હોત.
ઘટના વિશે વિસ્તૃત માહિતી મળી છે કે, દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મિનેષભાઈ કનુભાઈ ડોમોર પોતાની બાઈક લઈ સાસરીમાંથી લગ્નપ્રસંગ પતાવ્યા બાદ વહેલી સવારે પરત ફતેપુરા પોલીસ સ્ટેશન જઈ રહ્યા હતા. ત્યારે ફતેપુરા નજીક કરોડીયાના ગલાલપુરા પાટિયા પાસે તેમનું અકસ્માત થયું હતું. જે અકસ્માતમાં તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવની જાણ મિનેષભાઈના પરિવારને તથા તેઓ વહેલી સવારના જ ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યાં પહોંચતા જ તેઓ મિનેષભાઈને મૃત હાલતમાં જોઈ ચોંકી ઉઠ્યા હતા. જો કે આ બાદ ફતેપુરાના પીએસઆઈ ને બનાવની જાણ કરાતા તેઓ પોલીસ સ્ટેશનના અન્ય કર્મચારીઓ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યારે આ બનાવથી મિનેષભાઈના સાથી કર્મી તેમજ તેમના પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા. આપણે સૌ કોઈ ઈશ્વર ને પ્રાર્થના કરીએ કે તેમની આત્માને શાંતિ આપે તેમજ પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે.